ઘણીવાર ક્રિકેટ પ્રેમીઓની ફરિયાદ હોય છે કે તેઓ ભારતની આ મેચ ન જોઈ શક્યા. કારણ કે ડીડી સ્પોર્ટ્સ પર દેખાઈ નહોતી. પરંતુ હવે ટુંક જ સમયમાં આ સમસ્યાનું સમાધાન થશે. કેન્દ્રિય સુચના અને પ્રસારણ મંત્રાલયે ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે સારો નિર્ણય લીધો છે. હવે ભારતીય ટીમની કોઈપણ મેચ દુરદર્શન નેટવર્ક પર દેખાશે. સુચના અને પ્રસારણ મંત્રાયલ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવાયુ છે કે એવી ઈવેન્ટ જે નેશનલ ઈમ્પોર્ટન્સ માટે છે તેના બ્રોડકાસ્ટિંગ સિગ્નલ પ્રસાર ભારતીને આપના ફરજિયાત હશે. માર્ચ 2021માં જાહેર કરાયેલી સુચનામાં તમામ ઓલેંપિંક રમતો, કોમનવેલ્થ ગેમ અને એશિયાઈ રમતોને નેશનલ ઈંમ્પોર્ટંન્સ ઈવેન્ટ ગણવામાં આવી હતી.
ક્રિકેટની ગેમમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરાયો
ક્રિકેટ ગેમની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ દ્વારા રમાયેલી તમામ વન ડે ટી 20 અને ટેસ્ટ મેચનો આ નિર્ણય અંતર્ગત સમાવેશ થશે. આમાં મેંસ વુમેંસ બંન્ને ટીમોની મેચોનો સમાવેશ થશે. ઉપરાંત આઈસીસી દ્વારા આયોજીત ટેસ્ટ મેચ જેમાં ભારતીય ટીમ રમતી હશે અથવા ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાયનલ અથવા ફાયનલ મેચ આ શ્રેણીમાં સમાવેશ થશે.
આ ઉપરાંત આઈસીસી ચેંમ્પિયન ટ્રોફિની તમામ સેમીફાયનલ અને ફાયનલ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના તમામ સેમીફાયનલ અને ફાયનલ મેંસ વુમેંસ ટી 20 એશિયા કપ અથવા તો ટી 20 અથવા વન ડે ઈન્ટરનેશનલના સેમી ફાયનલ અને ફાઈનલ મેચ આ શ્રેણીમાં દાખલ કરાયા છે.