સોમવારે રાજ્યમાં અનેક સ્થળો પર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટમાં એક પરિવારે ખૂબ જ ધામધૂમથી તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ પરિવારે પાળ ગામેથી ઠાકોરજીની જાન હેલિકોપ્ટર લઇને બાજુના ગામમાં લપાસરી ખાતે પહોંચ્યા હતા અને ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. રાજકોટના મવડી ગામ નજીક આવેલા પાળ ગામ ખાતે ઠાકોરજીના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાજુના ગામમાં હેલિકોપ્ટર દ્વારા જાન પહોંચી હતી. ઠાકરોજી અને તુલસીજીના લગ્ન કરાવ્યા હતા. હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે ગામની સીમમાં હેલિપેડ બનાવવામાં આવ્યુ હતું. તો ઠાકોરજીની જાનમાં જોડાવા માટે ચવાડિયા ભગત પરિવાર સાથે ગામ આખું ઉમટયું હતું.
ઉલ્લેખનીય છે કે તુલસી વિવાહબાદ હિન્દુ ધર્મમાં લગ્નની સિઝનની શરૂઆત થયા છે, ચાર મહિનના અંતરાબાદ ફરી લગ્ન મૂહુર્ત તુલસી વિવાહબાદ શરૂ થાય છે અને કમુર્તા સુધી આ લગ્ન વિધીઓ શરૂ રહે છે.