પતિ પત્નિ વચ્ચે આમ તો ઘણી સમસ્યાઓ હોય છે જેનુ સમાધાન ખુદ પતિ પત્નીએ જાતે લાવવાનું હોય છે. ભલેને એ સમસ્યા સામાજિક હોય કે પછી આર્થિક સમસ્યા હોય, જો કે આપણા ગુજરાતમાં સરકાર દ્વારા પતિ પત્નિની લાંબા સમયથી સમસ્યાનું સમાધાન આજે ફક્ત એક જ પરિપત્રથી કરી દીધુ છે.
ગુજરાતમાં સરકારી નોકરી કરતાં પતિ અને પત્નિ હવે એક જ જિલ્લા અને એક જ સ્થળ પર એક સાથે કામ પર જઈ શકશે..ગુજરાતમાં હજારો દંપત્તિઓ એવા હતાં જેમની નોકરીતો સરકારી હતી પરંતુ અલગ અલગ જિલ્લામાં સરકારી નોકરી કરવાનું જવાનું હોવાથી તેમાં પારિવારીક સમસ્યાઓ ઉભી થતી હતી..રાજ્ય સરકાર સમક્ષ અવારનવાર આ દંપત્તિઓ અરજી કરીને એક જ જિલ્લામાં કામ કરવાની પરવાનગી માંગતા હતા.જેને લઈને ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગુજરાતમાં સરકારી નોકરી કરતાં પતિ અને પત્નિ હવે એક જ જિલ્લા અને એક જ સ્થળ પર એક સાથે કામ કરી શકશે જેનો પરિપત્ર પણ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે કરી દીધો છે.
પરિપત્રથી હજારો દંપત્તિઓની લાંબા સમયથી સમસ્યાનું સમાધાન આવી ગયુ છે, પરિપત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો છે તે આ પ્રકારની અરજીઓ પણ આવી હોય તો અધિકારીઓએ સહાનુભુતિ પૂર્વક વિચારીને નિર્ણય લેવા જણાવાયુ છે. ઉપરાંત સરકારે દિવ્યાંગ અને કરાર આધારિત ફિક્સ વેતન પર કામ કરતાં કર્મચારીઓ માટે પણ મોટો નિર્ણય કર્યો છે. મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષ સેવા એક સ્થળે બજાવી હોય અને પુરૂષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષ એક જ સ્થળે સેવા બજાવી હોય અને તેઓ જો બદલી માટે અરજી કરે તો અરજી પર વિચારણા કરી તેને બદલી કરવાની પણ જોગવાઈ પરીપત્રમાં કરવામાં આવી છે.