અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ ની સારી આવક જોવા મળી રહી છે દરરોજ ત્રણથી ચાર ગાડીઓની આવક કપાસની થતા યાર્ડ સફેદ સોનાથી ચમકી રહ્યું છે. દરરોજની 2000 થી 3000 મણ કપાસની આવક જોવા મળી રહી છે હાલ જે લોકોને કપાસ ઉતરવાનો બાકી છે તેમજ સ્ટોર કરેલો કપાસ લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પર પહોંચી રહ્યા છે. હાલ ભાવ પણ 1260 થી 2000 સુધી જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોને ફાયદો થતા ખુશી જોવા મળી રહી છે.
બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે બગસરા તેમજ વડીયા અને કુંકાવાવ પંથકના ગામડાઓમાંથી ખેડૂતો પોતાના કપાસના માલ લઈને આવતા હોય છે કેટલાક ખેડૂતોને કપાસ હજુ સુધી ઉતાર્યા નથી તેઓ કપાસ સિદ્ધ જ ખેતરેથી લઈને વહેંચવા આવી રહ્યા છે તેમજ જે ખેડૂતોએ સ્ટોર કરેલો કપાસ છે તે પોત-પોતાના ટ્રેક્ટર,રીક્ષા સહીતના સાધનો સાથે ખેડૂતો માલ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે.
હાલ માર્કેટમાં કપાસની જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને હાલ સારો ભાવ મળી રહ્યો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતોને 1260 થી 2000 સુધીનો ઉચ્ચો ભાવ મળ્યો હતો તેવામાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.આ ઉપરાંત હાલ આવક ઓછી હોવાને કારણે યાર્ડમાં પણ કપાસ રાખવાની પૂરતી વ્યવસ્થા છે ખેડૂતો પોતાનો માલ યાર્ડમાં ઉતારતા સરળ હરાજી પ્રક્રિયાને કારણે પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેવામાં હાલ ખેડૂતો કપાસ વહેંચી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.