ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જો કે ટીમ ઈન્ડિયાનો હિટમેન ઓપનર રોહિત શર્મા આ સીરીઝમાંથી પહેલા જ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. જો કે હવે એવી વાત સામે આવી રહી છે કે રોહિતનું વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થવું લગભગ નિશ્ચિત છે. નોંધનિય છે કે, રોહિતને તાજેતરમાં જ ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે રોહિત શર્માની જગ્યાએ જે ખેલાડીને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે તેનું નામ પણ સામે આવી ગયું છે. મળતી માહિતી પ્રમાણે ઈજાના કારમે રોહિત હવે વનડે શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે રોહિત માટે ટેસ્ટ બાદ વનડે સિરીઝમાં રમવું મુશ્કેલ છે. અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે રોહિતની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટન્સી સંભાળવા સૌથી વધુ દાવેદાર છે. કેએલ રાહુલ રોહિત-વિરાટ પછી ટીમના સૌથી સિનિયર ખેલાડીઓમાંનો એક છે. રાહુલને તાજેતરમાં જ રોહિતની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા જ્યારે સાથી ખેલાડીઓ સાથે સાઉથ આફ્રિકા સિરીઝ માટે મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો, આ દરમિયાન નેટ્સમાં એક બોલ રોહિતની આંગળીમાં વાગ્યો. એક રિપોર્ટ અનુસાર, થ્રો-ડાઉન દરમિયાન, એક બોલ સીધો રોહિત શર્માના ગ્લોવ્સમાં લાગ્યો, જેના પછી તે પીડાથી કણસતો જોવા મળ્યો હતો. તાજેતરમાં, એવા અહેવાલો સામે આવ્યા છે કે રોહિતના સ્નાયુઓમાં ખેંચાણ છે અને તે હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. કેએલ રાહુલે ભૂતકાળમાં પણ ઘણી વખત કેપ્ટનશીપ કરી છે.