spot_img

પથારીમાં ઉંઘ્યા રહેવાની નોકરી, કંપની આપી રહી છે લાખો રૂપિયા પગાર

આપણામાંથી ઘણા લોકો ઘરમાં બેસી નથી શકતા, તેમણે દર સમયે કઇને કઇ કરવાનું હોય છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે કઇ કરવા જ નથી માંગતા. તે આરામ પસંદ કરે છે અને ઓફિસ જઇને કામ કરવાનું પણ તેમના માટે મુશ્કેલ હોય છે. બ્રિટનમાં એક કંપની આવી રીતે જ આરામ કરનારા લોકો માટે ખાસ નોકરી ઓફર કરી રહી છે. આ નોકરીમાં માત્ર પથારીમાં પડ્યા રહીને ટીવી જોવાનું અને ઉંઘવાનું હોય છે.

નોકરીની ખાસિયત એ છે કે કર્મચારીએ ક્યાય જવાનું પણ નથી. ગાદલા પણ કંપની તેને ઘરે જ મોકલાવી દેશે તેની પર ઉંઘવાનું છે. તમને આ જાણીને નવાઇ લાગી રહી હશે પરંતુ ધ સનના રિપોર્ટ અનુસાર લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ (Crafted Beds) આ નોકરી આપી રહી છે. આ નોકરીને જોઇન કરનારાઓ દરરોજ 6-7 કલાક પથારીમાં જ પસાર કરવા પડશે.

ગાદલા પર કલાકો ઉંઘવાની નોકરી

ક્રાફ્ટેડ બેડ્સ તરફથી મેટ્રેસ ટેસ્ટરની નિયુક્તી કરવામાં આવી રહી છે. આ નોકરીને કરનારા વ્યક્તિએ કંપની તરફથી 24,000 પાઉન્ડ્સ એટલે કે 25 લાખ રૂપિયાનો વાર્ષિક પગાર આપવામાં આવશે. મેટ્રેસ ટેસ્ટરને અઠવાડિયાના આધાર પર હાઇ ક્વોલિટી ધરાવતા મેટ્રેસ ટેસ્ટ કરવા પડશે. કંપનીને એમ જણાવવુ પડશે કે ઉપયોગ કરવામાં આ ગાદલા કેવા છે અને તેમાં આગળ શું સુધાર કરી શકાય છે. શરત આ છે કે નોકરી કરનારાઓને અઠવાડિયામાં 37.5 કલાક ગાદલા પર જ ઉંઘીને પસાર કરવા પડશે એટલે કે આશરે દિવસમાં 6 કલાક પથારીમાં જ ટીવી જોતા અથવા ઉંઘતા પસાર કરવાના છે. જેની માટે કંપનીએ જાહેરાત બહાર પાડીને અરજી મંગાવી છે.

નોકરી માટે આ શરતો પણ છે

ક્રાફ્ટેડ બેડ્સના માર્કેટિંગ મેનેજર બ્રાયન ડિલને કહ્યુ છે કે આ નોકરી પુરી રીતે રિમોટ જોબ છે. કર્મચારીઓને તેની માટે કાર્યાલય આવવાની જરૂર નથી, ગાદલા પણ તેમના ઘરે જ મોકલી દેવામાં આવશે. આ નોકરીની સૌથી પ્રથમ અને મહત્વની શરત આ છે કે અરજી કરનાર બ્રિટનનો જ રહેવાસી હોવો જોઇએ, તેને કોઇ બીજાની સહાય વગર એકલા જ મેટ્રેસ ટેસ્ટિંગ કરવાની છે, તેની સંચારની ક્ષમતા પણ સારી હોવી જોઇએ, જેથી તે મેટ્રેસનો રિવ્યૂ લખીને મોકલી શકે. આ રિવ્યૂ અઠવાડિયામાં લખીને આપવો પડશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles