spot_img

સૌરાષ્ટ્રના આકાશમાં દેખાયેલી લાઈટો Star Link સેટેલાઈટની ટ્રેન હતી

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં અજીબો ગરીબ ઘટનાઓનોનું પ્રમાણ વધી ગયુ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં આજે ફરીએક વાર આવી ઘટના ઘટી હતી. જેને જોઈને સ્થાનિક લોકોમાં કુતુહલ વધી ગયુ હતુ. ઘટના જોઈને ઘણાં લોકો રસ્તાઓ પર ઉતરી ગયા હતા. જો કે ડરવાની કોઈ બાબત નથી જાણકારોના કહેવા પ્રમાણે આ સ્પેસ એક્સ કંપની દ્વારા છોડાયેલી સ્ટાર લીંક જ હતી.

સોરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ જુનાગઢ, અમરેલી અને પોરબંદરમાં આજે આકાશમાં ચમકતી લાઈટો દેખાવા લાગી હતી. મોડી રાત્રે અચાનક આ પ્રકારે લાઈટો દેખાતા સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોડી રાત્રે એક પછી એક લાંબી લાઈટો આકાશમાં દેખાતા સ્થાનિક લોકો અનેક પ્રકારના વિચારો કરતાં થઈ ગયા હતા. લોકોને અનેક શંકા કુશંકાઓ પણ થવા લાગી હતી. જે આ ઉપગ્રહ છે કે કંઈ બીજી વસ્તુ પરંતુ ખગોળશાત્રીઓ સાથે વાત કરતાં માહિતી મળી કે આ Star Link કંપની દ્વારા છોડવામાં આવેલા સેટેલાઈટ હતા જે ટ્રેન સ્વરૂપે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દેખાયા હતા. નજરે જોનારા વ્યક્તિઓનો દાવો છે કે લાઈન બરાબર 9 વાગ્યાને 9 મિનિટે દેખાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજ્યના અનેક જિલ્લાઓમાં દડાના આકારની વસ્તુઓ આકાશમાંથી જમીન પર પડી હતી. જેની ઉંડી તપાસ પણ કરવામાં આવી હતી. તપાસના અંતે માહિતી મળી હતી કે આ દડાઓ કોઈ ઉપગ્રહમાંથી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ભરમાં દેખાયેલી આ લાઈટની લાઈન પણ ખગોળશાસ્ત્રીઓએ પણ સ્ટાર લિંક જ ગણી છે. સ્ટાર લીંક કંપની આગામી દિવસોમાં આખી દુનિયામાં 5જી નેટ શરૂ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં કંપની દ્વારા 2400 જેટલા સેટેલાઈન લોંચ કરી દેવાયા છે. કુલ મળીને 30000 જેટલા સેટેલાઈટ લોંચ કરવાનો કંપનીનું આયોજન છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles