આપણે હાલમાં આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ તેમ છતાં ટ્કનોલોજીના આ જમાનામાં પણ લોક અંશ્રધ્ધા અને ભુવા ધુતારાઓના પાસે જાય છે અને છેતરાય છે. આવો જ એક કિસ્સો પંચમહાલના ઘોઘંબા ખાતે બન્યો છે. જ્યાં એક શિક્ષિત દંપતિએ સંતાન પ્રાપ્તિ માટે ડોક્ટર્સ કે આધુનિક મેડિકલ સારવારની જગ્યાએ એક ઢોંગી ભુવાને શરણે જવાનું પસંદ કર્યું હતું. ભુવાએ પહેલાં પોતાની જાળમાં દંપતિને ફસાવીને વિધિના નામે રૂપિયા ખેંખેર્યા હતા. ત્યારબાદ હવસખોર ઢોંગી ભુવાએ પોતાની મેલીમુરાદ પુરી કરવા માટે મહિલાને એકાંતમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા, ત્યાંજ સદનસીબે મહિલાનો પતિ અને સસરા આવી છતાં મહિલાની આબરૂ લૂંટાતાં બચી ગઇ હતી. ત્યારબાદ પરિવારે ઢોંગી ભુવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસ દંપતિની ફરિયાદના આધારે ઢોંગી ભુવાના ધરપકડ કરી લીધી હતી. અને બીજા અનેક પરિવારો આ ઢોંગીની જાળમાં ફસાતા બચી ગયી છે.