સાંપને ભગાવવાના ચક્કરમાં કોઇએ પોતાનું ઘર સળગાવી દીધુ હતુ. આ સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થયુ હશે. આ વાત સત્ય છે. જો તમને ખબર પડે કે તમારા ઘરમાં સાંપે કબજો કરી લીધો છે તો તમે શું કરશો? તમે તેને કાઢવા માટે સાંપ પકડનારાને બોલાવશે પરંતુ એક અમેરિકન વ્યક્તિએ આવુ નહતુ કર્યુ અને તેને ખુદ જ ઘરમાંથી સાંપને બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે તેને એક મોટી દૂર્ઘટનાનો શિકાર બનવુ પડ્યુ હતુ.
અમેરિકામાં એક મકાન માલિકે સાંપના આતંકથી બચવાનો પ્રયાસ કરતા પોતાના આખા ઘરને જ સળગાવી દીધુ હતુ. મેરીલેન્ડના મોંટગોમરી કાઉન્ટીમાં એક સંપત્તિમાં આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી, જ્યારે માલિકે સાંપને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. માલિકે સાંપને ઘરની બહાર કાઢવલા માટે ધુમાડાનો ઉપયોગ કર્યો હતો પરંતુ કોલસાને આગની નજીક રાખ્યો હતો જેને કારણે ઘરમાં આગ લાગી હતી. મોંટગોમરી કાઉન્ટી ફાયર એન્ડ રેસક્યૂ સર્વિસના મુખ્ય પ્રવક્તા પીટ પિરિંગરે જણાવ્યુ કે પબ્લિક રેકોર્ડ અનુસાર આ ઘર તાજેતરમાં જ 1.8 મિલિયન ડૉલરમાં ખરીદવામાં આવ્યુ હતુ.
ICYMI – Update Big Woods Rd, house fire 11/23; CAUSE, accidental, homeowner using smoke to manage snake infestation, it is believed heat source (coals) too close to combustibles; AREA of ORIGIN, basement, walls/floor; DAMAGE, >$1M; no human injures; status of snakes undetermined https://t.co/65OVYAzj4G pic.twitter.com/xSFYi4ElmT
— Pete Piringer (@mcfrsPIO) December 3, 2021
મોંટગોમરી કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે ઘરમાં આગની સાથે સાથે ઘરના સળગેલા, ખોખલા થયેલા અવશેષોની તસવીરો શેર કરી છે. આ ઘટનામાં કોઇ ઘાયલ થયુ નહતુ.જોકે, કુલ સંપત્તિને 1 મિલિયન ડૉલરનું નુકસાન થયુ છે.