spot_img

ગરમીમાંથી મળશે છૂટકારો, આગામી સપ્તાહે થશે મેઘરાજાની પધરામણી, તો ગુજરાતમાં ચોમાસુ હજુ દુર

એક તરફ લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી  કરવામાં આવી છે. દેશના અનેક ભાગોમાં ગરમીની અસર જોવા મળી રહી છે. એક તરફ જ્યાં દરરોજ વધી રહેલા તાપમાને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં લોકોને પરેશાન કરી દીધા છે. બીજી તરફ ગોવા અને મહારાષ્ટ્રમાં 2-3 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 29 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું, પરંતુ તેની પ્રગતિ આગાહી મુજબ થઈ રહી નથી.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસું 6 જૂન સુધીમાં ગોવાના કિનારે પહોંચવાનું હતું, પરંતુ અત્યાર સુધી તે ગોવાના દક્ષિણ ભાગમાં કર્ણાટક અને અરબી સમુદ્ર સુધી સીમિત છે. આ સપ્તાહના અંત સુધીમાં ચોમાસું ગોવા પાર કરીને મહારાષ્ટ્રમાં દસ્તક લે તેવી શક્યતા છે.  ગુજરાતને લઈને પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ,રાજકોટ,પોરબંદર,સુરત,વલસાડ,નવસારી,તાપી,દમણ, ગીર સોમનાથમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles