એક ઇંસ્ટાગ્રામ મોડલે સુરક્ષા ગાર્ડને પોતાની મોહક અદાઓથી પોતાની તરફ આકર્ષિત કરીને જેલમાં બંધ પોતાની માતાને ભગાડી દીધી હતી.
ધ સનના અહેવાલ પ્રમાણે મોડલે પહેલાં સુરક્ષાકર્મીનું ધ્યાન ભટકાવ્યું અને ત્યારબાદ દોરડા અને બાઇકના સહારે તેની માતાને જેલમાંથી ભગાડી દીધી હતી.
કોલમ્બિયાઇની મોડલ વિક્ટોરિયા મેરલાનોની માતા જેલમાં બંધ હતી, જેને બહાર નિકાળવા માટે વિક્ટોરિયાએ ખતરનાક યોજના બનાવી હતી, આ યોજનાને સફળ બનાવવા માટે વિક્ટોરિયાએ પોતાની સુંદરતાનો સહારો લીધો હતો.
રિપોર્ટ પ્રમાણે જેલના ત્રીજા માડે આવેલી બારીમાંથી દોરડાના સહારે નીચે ઉતરી હતી અને બાઇક ઉપર બેસીને ફરાર થઇ ગઇ હતી.