મીમ ક્રિપ્ટોકરન્સી શિબા ઇનુની શરૂઆત મજાક-મજાકમાં શરૂ થઈ હતી પરંતુ હવે તે મજાક રહી નથી. વર્ષ 2021માં તેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેણે વિશ્વની સૌથી લોકપ્રિય, સૌથી જૂની અને સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી તરીકે બિટકોઇન અને ઇથેરિયમને પણ પાછળ પાડી દીધી છે. શિબા ઇનુ આ વર્ષે વિશ્વની ટોચની 10 ક્રિપ્ટોકરન્સીમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. જોકે હવે તે યાદીમાંથી બહાર છે.
CoinMarketCap મુજબ એક ક્રિપ્ટોકરન્સી પ્રાઇસ ટ્રેકિંગ વેબસાઇટ શિબા ઇનુએ છેલ્લા 12 મહિનામાં 18.8 કરોડથી વધુ વ્યૂ મેળવ્યા છે, જ્યારે બિટકોઇનને 14.5 કરોડ વ્યૂઝ મળ્યા છે. શિબા ઇનુ હાલમાં વિશ્વની 13મી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. તેનું માર્કેટ કેપ 20 અબજ ડોલરથી વધુ છે. ક્રિપ્ટો એક્સચેન્જ WazirX અનુસાર શિબા ઇનુની કિંમતમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 4 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આ ઉપરાંત ક્રિપ્ટો વિશ્વમાં એવી ચર્ચા છે કે શિબા ઇનુ ટૂંક સમયમાં લોકપ્રિય સ્ટોક ટ્રેડિંગ એપ્લિકેશન રોબિનહૂડ પર લિસ્ટ થઈ શકે છે. તેના માટે Change.org પર એક પિટિશન પણ મૂકવામાં આવી હતી, જેના પર લગભગ 3 લાખ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. Safemoon, Solana, Cardano અને Binance પણ આ વર્ષે ટ્વીટર પર સૌથી વધુ ચર્ચિત ક્રિપ્ટોકરન્સીમાં હતા. પરંતુ લોકપ્રિયતાના મામલે કોઈ પણ શિબા ઈનુની નજીક પહોંચ્યું નથી.
ક્રિપ્ટોકરન્સી એક પ્રકારની ડિજિટલ એસેટ છે. જેનો ઉપયોગ વસ્તુ કે સેવાની ખરીદી માટે થઈ શકે છે. આ કરન્સીમાં ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ થાય છે. તમે ક્રિપ્ટોકરન્સીને સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકો છો. પરંતુ તેના માટે કોઈ બેન્ક, એટીએમ નથી. વિશ્વભરમાં અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઓનલાઈન ખરીદીમાં થઈ રહ્યો છે