અમેરિકાના ટેક્સાસમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યા એક મહિલા ટીચરે ખુદને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે કોવિડ પોઝિટિવ પોતાના પુત્રને કારને ડેક્કીમાં બંધ કરી દીધો હતો. ઘટના સામે આવતા જ પોલીસે મહિલા ટીચરની ધરપકડ કરી છે.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, 41 વર્ષની સારા બીમ 3 જાન્યુઆરીએ હેરિસ કાઉન્ટીમાં ડ્રાઇવ-થ્રૂ ટેસ્ટિંગ સાઇટ પર પહોચી હતી. ઘટનાના એક સાક્ષીએ જણાવ્યુ કે તેને કારની ડેક્કીમાંથી અવાજ સાંભળ્યો હતો. તે બાદ તેને પોલીસને તેની જાણકારી આપી હતી પરંતુ પોલીસના આવ્યા પહેલા જ મહિલાએ ડેક્કીનની અંદર બંધ પોતાના પુત્રને કાઢી લીધો હતો.
રિપોર્ટ અનુસાર બીમે અધિકારીઓને જણાવ્યુ કે તેને પોતાના 13 વર્ષના પુત્રને એટલા માટે કારની ડેક્કીમાં બંધ કરી નાખ્યો હતો કારણ કે તે કોરોના વાયરસથી સંક્રમિત હતો અને તે સંક્રમણથી બચાવવા માંગતી હતી. મહિલાએ કહ્યુ કે તે વધુ એક ટેસ્ટ કરાવવા માટે પોતાના પુત્રને લઇને જઇ રહી હતી.
સાઇટ પર એક સ્વાસ્થ્ય કાર્યકર્તાએ બીમને જણાવ્યુ કે જ્યાર સુધી બાળકને કારની પાછળની સીટ પર બેસવાની પરવાનગી આપવામાં આવતી નથી ત્યાર સુધી કોઇ ટેસ્ટ નહી કરવામાં આવે. કેસ સામે આવતા જ પોલીસે તપાસ કરી અને તે બાદ મહિલાની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે