પ્રેમ કરવાની ઉંમર નથી હોતી. પ્રેમ કોને કરવો એ પણ કોઈ નક્કી કરી શક્તુ નથી. જેના કારણે અલગ અલગ પ્રકારની ઘટના પ્રકાશિત થાય છે. ગુજરાતના એક જિલ્લામાં એવી ઘટના સામે આવી છે. જેને જોઈ જેનાથી આખો જિલ્લ અચંબિત થઈ ગયો છે.
દાહોદ ફતેહપુરા તાલુકામાં રહેતી 6 બાળકોની માતા કારનામું કર્યુ છે. જેનાથી જિલ્લામાં હોબાળો મચી ગયો છે. પતિના મિત્રના 14 વર્ષના કિશોરને મોહી પડેલી માતા કિશોરને ભગાડી ગઈ છે. પરિવાર જ્યારે કિશોર અને મહિલાને પકડીને પરત લઈ જઈ રહી હતી ત્યારે ફરીથી ચકમો આપી મહિલા કિશોરને ભગાડીને ગઈ. બીજી વાર પણ ભગાડીને લઈ જતાં કિશોરના પિતાએ સુખસપ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે,
મહિલાના પતિ દ્વારા કિશોરના ઘરે જઇને છોકરો તેની પત્નીને ભાગી ગઈ છે તેની જાણ કરી હતી. બંને ગાંધીનગર જ હોવાની માહિતી મળથા કિશોરનો પરિવાર 5 દિવસ પહેલાં બંનેને પકડીને બસ દ્વારા ફતેપુરા લાવી રહ્યા હતાં. તે જ સમયે સંતરામપુરમાં મહિલાએ ચતુરાઈ ઉપયોગ કર્યો. કિશોરના પરિવારજનોને ડરાવ્યા કે તેને લઇ જશો તો સાસરી પક્ષવાળા તમારી પાસેથી દાવો માંગશે. પરિવારજનોને ઉતાર્યા હતા. ઉતારીને ચર્ચામાં રાખીને કિશોર અને મહિલા ફરીથી ભાગી છુટ્યા હતા.
મહિલા જે કિશોરના પ્રેમમાં છે તે કિશોરની ઉમરનો તેનો દિકરો પણ છે, મહિલાની એક દિકરીની લગ્ન પણ થઈ ચુક્યુ છે. પોલીસે કિશોરની ઉંમરના પૂરાવા લઈને તેના પિતાને પૂછપરછ માટે બોલ્યા હતા. છોકરાના પિતાએ આધાર કાર્ડમાં લખેલી જન્મ તારીખ ઉપરથી તેની ઉમર 14 વર્ષની હોવાનો દાવો કરીને અરજી કરી છે પરંતુ અંગત વર્તુળોના જણાવ્યા પ્રમાણે છોકરાએ તેના પિતા સાથે વાત કરી હતી અને તે 1997માં જન્મ્યો હોવાનું જણાવ્યુ હતું. છોકરા મુજબ તે પુખ્ત થઇ ગયો છે જ્યારે પિતા મુજબ તે હજી સગીર છે. માટે પોલીસ પણ વિમાસણમાં મુકાયેલી છે. જોકે, સોમવારે છોકરાનો પરિવાર અને મહિલાના પિયર તથા સાસરી પક્ષના લોકો સુખસરમાં ભેગા થાય તેવું જાણવા મળ્યું છે.