spot_img

Moto Tab G70 ટેબ્લેટ 18 જાન્યુઆરીએ લોન્ચ થશે, આવા છે ફિચર્સ

મોટોરોલા ભારતમાં પોતાનું લેટેસ્ટ  Moto Tab G70 લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. આ ટેબ્લેટને 18 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. અપકમિંગ મોટોરોલો ટેબ્લેટ ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ દરમિયાન ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. મોટોરોલાએ પહેલા  Moto Tab G70 ના પ્રમુખ સ્પેસિફિકેસન્સનો ખુલાસો કર્યો હતો. જેમાં પ્રોસેસર અને ડિસ્પ્લે રેઝોલ્યૂશન સામેલ છે. ટેબ્લેટ વાઇ-ફાઇ સાથે વાઇ-ફાઇ+ સેલ્યુઅર બન્ને વેરિએન્ટમાં ઉપલબ્ધ રહેશે. એક ડેડિકેટેડ ફ્લિપકાર્ટ માઇક્રોસાઇટ પર આપેલી તસવીરો પ્રમાણે ટેબ્લેટમાં 11 ઇંચના ડિસ્પ્લેની ચારેય તરફ મોટા બેજેલ્સ હશે.

Moto Tab G70 માં ફાસ્ટ ચાર્જિંગ અને દમદાર બેટરી

Moto Tab G70 માં એક 12nm octa-core MediaTek Helio G90T પ્રોસેસર લાગેલું છે. જેને 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ સાથે પેયર કરવામાં આવ્યું છે. Moto Tab G70 ટેબ્લેટ એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. જેમાં 7700 mAh બેટરી આપવામાં આવી છે. 20 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. ચાર્જિંગ માટે USB Type-C પોર્ટ અને ધૂળ-પાણીથી બચાવ માટે IP52 જેવી વિશેષતાઓ છે.

11 ઇંચની એલસીડી ડિસ્પ્લે

મોટો ટેબ G70 11 ઇંચ 2K (2000×1200 પિક્સલ) એલસીડી ડિસ્પ્લેથી લેસ છે. જેની વધારે બ્રાઇટનેસ 400 નિટ્સ છે. ટેબ્લેટમાં સિંગલ 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગા પિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ સેલ્ફી કેમેરા છે. મોટા ટેબ G70 પોતાના ક્વાડ-સ્પીકર સેટઅપ માટે ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે આવે છે. અપકમિંગ મોટો ટેબ G70 નું ડાઇમેન્શન 258.4x163x7.5mm અને વજન 490 ગ્રામ છે. 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. માઇક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 1 ટીબી સુધી વધારવી સંભવ છે.

મોટોરોલાના નવા ટેબ્લેટ Moto Tab G70 ની કિંમતો વિશે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે એક ટેક એક્સપર્ટ તેની કિંમત 17,000 રૂપિયાની આસપાસ માનીને ચાલી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles