આપણુ ગામ જ આપણી ઓળખ છે. જ્યા આપણે જઇએ છીએ તે તેની ઓળખ સાથે જઇએ છીએ. આપણે ગર્વથી પોતાના ગામ વિશે લોકોને જણાવીએ છીએ. વિશ્વમાં એક એવુ ગામ છે, જેનું નામ ત્યાનો ગ્રામીણ પણ લેવા માંગતો નથી. આ ગામનું નામ લેતા શરમ આવે છે.
હવે અહીના ગ્રામીણોએ આ ગામનું નામ બદલવાનો પ્રયાસ કર્યો છે. વિચારો આ ગામનું એવુ નામ છે, જેને તમે સોશિયલ મીડિયા પર પણ લખી શકતા નથી.
Daily Starના રિપોર્ટ અનુસાર આ ગામનું નામ Fucke છે, જેને સાર્વજનિક રીતે બોલવુ, લખવુ ખોટુ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ નામને લઇને સેન્સરશિપ લાગેલી છે. જો આ નામને લખો છો તો તમારી આઇડી પણ બ્લૉક થઇ જશે. અહીના ગ્રામીણોનું માનવુ છે કે ગામ ખુશ અને શાંત છે પણ આ નામને કારણે લોકોને મુશ્કેલી થાય છે.
આ ગામના લોકોનું માનવુ છે કે અમે ઇચ્છીને પણ પોતાના ગામનું નામ સોશિયલ મીડિયા પર લખી નથી શકતા. કહેવામાં આવે છે કે કોઇ નામ ઇતિહાસ સાથે જોડાયેલુ હોય છે પરંતુ કેટલીક વખત લોકોને મુશ્કેલી થઇ જાય છે.