કોઈપણ વ્યક્તિની સુંદરતાં જોવી હોય. તો તેના નાક નક્શા પર વધુ ધ્યાન અપાય છે. સમુદ્ર શાસ્ત્રનું માનવું છે વ્યક્તિની સુંદરતામાં નાકનું મહત્વ વધુ છે. જો આખુ
શરીર સારુ હોય પણ નાકમાં ઠેકાણા ન હોય તો સુંદરમાં કલંક લાગી જાય છે. જો કે નાક ફક્ત સુંદરતાં નહી પણ વ્યક્તિનો સ્વભાવ પણ કહી દે છે. અમે આપને જણાવવા
માંગીએ છીએ કે કયા પ્રકારના નાક ધરાવતા પુરૂષનો કેવો સ્વભાવ હોય છે.
સીધી નાક
કોઈ પુરૂષનુ નાક સીધુ છે. તેને સમજવો અઘરો હોય છે. એવું કહેવાય છે કે સીધી નાક વાળા વ્યક્તિના દીલ અને દિમાગમાં શું ચાલી રહ્યું છે. તે સમજવુ અઘરૂ હોય છે.
આ પ્રકારના નાકવાળા વ્યક્તિ અન્ય લોકો સાથે જલ્દી ભળતાં નથી. પોતાના દિલની વાત પણ કોઈ સમક્ષ જલદી જણાવતાં નથી. કોઈપણ મોટી બબાલ કે ઘર્ષણ હોય
તો પણ તે પોતાની જાતને ખૂબ જ શાંત રાખે છે. આવા લોકો પ્રોફેશનલ જીવનમાં ખૂબ જ સફળ માનવામાં આવે છે.
ચપટી નાક
ચપટી નાકવાળા વ્યક્તિ ભલે સુંદર ન દેખાય. પરંતુ તેઓ વાસ્તવમાં સફળ વ્યક્તિ હોય છે. જેમની નામ ચપટી હોય તેઓ જીવમાં જલ્દી સફળતાં મેળવે છે. કળા અને
ખેલના ફિલ્મમાં આપને મોટા ભાગે ચપટી નાકવાળા વ્યક્તિઓ દેખાય છે. આવા લોકો ઈમાનદાર, સીધા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેમને પોતાના કાર્યસ્થળે
નહી પણ પરિવારમાં પણ એટલું જ સન્માન મળે છે.
પોપટ જેવું નાક
જે પુરૂષોનું નાક પોપટ જેવું હોય છે. તેનાથી થોડું સાવધાન રહેવું જોઈએ. આવા લોકો ઘણાં શાર્પ દિમાગના હોય છે. આ પ્રકારના લોકોમાં સફળતાંની એટલી ઈચ્છા હોય
છે. જ્યાં સુધી તે સફળતાં ન મેળવે ત્યાં સુધી તે આરામથી બેસતાં નથી. જે વ્યક્તિ આમના વ્હવહારને સમજી શક્તા નથી તેમને દુશ્મન માની લે છે. આવા લોકો પોતાના
મનના માલિક હોય છે.
ઉપસેલું નાક
જે પુરૂષનું નામ થોડું ઉપસેલુ હોય. તો આવા વ્યક્તિઓ ઘણાં ગુસ્સાવાળા હોય છે. તેમના અંદર ક્યારે પણ જોશની કમી આવતી નથી. આવા લોકો હ્રદયના બીલકુલ સાફ
હોય છ. અન્ય લોકોને તેમનો સ્વભાવ અને વાણી કઠોર લાગે છે. પ્રેમ સંબંધમાં તેમનું ભાગ્ય તેમને ક્યારે પણ સાથ આપતું નથી. અવારનવાર તેણો ધોકો મળે છે.
નાની નાકવાળા પુરૂષો
જે પુરૂષોનુ નાક નાનુ હોય છે. તેઓ પોતાની ધૂનમાં મસ્ત હોય છે. તેમને બીજા લોકો સાથે ઝાઝો મતલબ હોતો નથી. આવા લોકો અન્ય લોકો સાથે ક્યારે ઝઘડો કરતાં
નથી. અને જીભાજોડી પણ કરતાં નથી. આવા લોકોને જલ્દી ગુસ્સો પણ નથી આવતો. પરંતું એકવાર ગુસ્સો આવે તો ગુસ્સાની કોઈ કમીપણ નથી રહેતી. આવા લોકોના
મિત્રો અને પરિવારજનો તેમણે અભિમાની માને છે.
જાડી નાકવાળા પુરૂષો
જે પુરૂષોની નાક જાડી હોય છે. તેમની સુંદરતાં થોડી ઓછી હોય છે. જો કે આવા લોકો માયાવી જેવા હોય છે. જ્યારે પણ આવા વ્યક્તિની વાત કોઈ સાંભળે છે. તો
તેમની વાતમાં આવી જાય છે. આવા વ્યક્તિઓને શબ્દો પર ઘણું ધ્યાન હોય છે. ખરા સમયે સાચુ બોલવાવાળા હોય છે. સફળતાં તેમના પગ પકડી લે છે. જો કે આવા વ્યક્તિમાં અભિમાન પણ એટલું જ હોય છે. જેના કારણે તેમને ઘણીવાર અપમાનિત પણ થવું પડે છે.