ઘર કા ભેદી લંકા ઢાએ જેવો કિસ્સો અમદાવાદમાં(Ahmedabad) સામે આવ્યો છે. જ્યાં બેંકના(Bank)(Peon) કર્મચારીએ જ બેંકમાં ચોરીનો(Theft) પ્લાન(Plan) ઘડી 9 લાખ રૂપિયાની ચોરી કરી. જો કે પોલીસેના પ્લાનથી આરોપીઓ ન બચી શક્યા. પોલીસે સઘન પૂછપરછ કરી તો આરોપીએ સ્વિકાર કર્યો કે ગોવામાં કસીનોમાં જુગાર રમવા તથા સ્પા સેંટર ખોલવા માટે 9 લાખથી વધુની ચોરી કરી હતી.
વિમલ પટેલ પટેલ અને જાવિદ સંધિ નામના બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી તેમના પર આરોપ છે કે બેંકમાં ચોરી કરી. આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવતો હતો. વિમલ જુગાર રમવાનો ચસ્કો હતો. જેના લીધે ગોવાના એક કસીનોમાં જુગાર રમતા રમતા પોતાના માથે દેવું થઈ ગયુ. પ્યુનની નોકરીમાં ગોવાના કસિનોનું દેવું કઈ રીતે ચુકવાશે. તેની ચિંતામાં વિમલે પોતાની બેંકમાં જ ચોરીનો પ્લાન ઘડી કાઢ્યો. વિમલના નિશાને હતી વિજય કો-ઓપરેટિવ બેંક જેમાં તે પ્યુન તરીકે કામ કરતો.
ચોરી કરવા વિમલએ પ્લાન બનાવ્યો અને સાથે બેંકની ચાવીઓ પણ પોતાના મિત્ર જાવીદ ને આપી….આટલેથી ન અટકતાં વિમલે બેંકમાં ચાલી રહેલા સીસીટીવી પણ બંધ કર્યા. બેંકમાં ચોરી કરવાનો આખો પ્લાન વિમલે ઘડ્યો હતો. અને આખરે તેને અંજામ તેના મિત્ર જાવેદ સંધીએ આપ્યો હતો. જે જાવેદ ચોરી કરવા માટે બેંકમાં પ્રવેશ્યો ત્યારે પોતાની સાથે એક જ બેગ લઈ ગયો હતો. જેના કારણે બેંગમાં જેટલા રૂપિયા આવ્યા તેટલા જ રૂપિયા લઈને જાવેદ ભાગી છુટ્યો હતો. પૈસા આવ્યા ને તરત જ બંન્ને આરોપીઓ બેગમાં પૈસા ભરીને ગોવાના કસિનોમાં જુગાર રમવા માટે પહોંચી ગયા. જાવેદને સ્પા સેંટર ખોલવા માટે પૈસા મળી ગયા.
પોલીસે બેંકમાં ચોરની ઘટના બાદ સઘન તપાસની શરૂઆત કરી. બેંકની આસપાસની જગ્યાઓ પર લાગેલા સીસીટીવી ફુટેજ પણ ખંખેર્યા હતા. જેમાં બેંકનો પ્યુન અને તેનો સાથી બાઈક પર બેગમાં કંઈક લઈને ભાગી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું હતુ. જેના આધારે પોલીસ બંન્ને આરોપીઓ સુધી પહોંચી ગઈ. બંન્નેને ધરદબોચી લીધા હતા. જેમાં આરોપીઓએ આખી ઘટનાને શા માટે અંજામ આપ્યો. તે સ્વિકાર કરી લીધો. પોલીસને બંન્ને આરોપીઓ પાસેથી ફક્ત એક લાખ રૂપિયા મળી આવ્યા હતા.