મધ્યપ્રદેશઃ MADHYA PRADESH ) ભીંડ જિલ્લામાં પોલીસ સામે એક અલગ જ પ્રકારનો મામલો સામે આવ્યો. પોલીસ પણ વ્યક્તિની ફરિયાદ જોઈને ચોંકી ગઈ. પરંતુ પોલીસનુ કામ પણ આવા મામલાઓને શાંતિ અને ચતુરાઈ પૂર્વક સુલઝાવ્યો. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના નવા ગામનીમાં રહેવાવાળા બાબુરામ શનિવારે પોતાની ભેંસ લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા.
પોલીસ સ્ટેશમાં મામલો પહોંચે એટલે આખી વાત આખા ગામમાં રાયતાની જેમ ફેલાઈ જાય. બાબુરામે પોલીસને જણાવ્યુ કે તેની ભેંસ દુધ નથી આપતી. આટલું નહી બાબુરામે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ પોલીસને સોંપ્યુ. પોલીસે પહેલાં તો બાબુરામને સમજાવીને પરત મોકલી દીધો. પણ છેવટે બાબુરામ બીજીવાર તો પોતાની ભેંસને લઈને જ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા. ભેંસને પોલીસ સ્ટેશનમાં જ બાંધી દીધી અને પોલીસને કહ્યુ કે મને ભેંસ પાસેથી દુધ અપાવો માંગ સાથે નવા ગામ પોલીસ સ્ટેશન સમજી ગઈ કે મામલો આટલો આસાન નહી રહે.
પોલીસે સ્થાનિક વેટનરી ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટરે બાબુલાલને દુધ દોહવા માટે અલગ અલગ વિચારો આપ્યા અને આઈડિયા આપ્યા. આના સાથે સાથે ડોક્ટરે ભેંસને કોઈ બીમારીના તો લક્ષણ નથી તેની પણ જાણકારી આપી. અને પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે જો કોઈ બાબુલાલને કોઈ સમસ્યા આવશે તો તેમની મદદ કરવા માટે ઉભી રહેશે.