સુરતની એક દિકરીએ મન હોય તો માળવે જવાની કહેવતને સાર્થક કરી કાઢી છે. પોતાની ઈચ્છા શક્તિના કારણે સુરતની અન્વી ઝાંઝારુકિયાએ સાબિત કર્યું છે. દરેક વ્યક્તિઓ એકસમાન છે. પોતાની મહેનતથી યોગાસનમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અન્વીને પ્રધાનમતંત્રી રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ-2022 માટે પસંદ કરવામાં આવી છે. 24મીએ સુરત કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એવોર્ડ આપવામાં આવશે.
નેશનલ બોર્ડમાં સુરત અને ગુજરાત બંનેનું નામ રોશન કર્યું છે.
અન્વીને રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ એમનેમ પસંદગી કરવામાં નથી આવી. તેની મહેનત મેડસ સ્વરૂપે દેખાઈ આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેણે રાષ્ટ્રીય કક્ષાની યોગ ઈવેન્ટ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. અત્યાર સુધીમાં અન્વીએ કુલ 42 યોગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ ચુકી છે. જેમાં તે અલગ-અલગ પ્રકારના 51 મેડલ જીતી ચુકી છે. અન્વી વિવિધ રીતે દિવ્યાંગો લોકો માટે રોલ મોડેલ છે. નેશનલ ક્લાસમાં બે વખત મેડલ જીતીને અન્વીએ નેશનલ બોર્ડમાં સુરત અને ગુજરાત બંનેનું નામ રોશન કર્યું છે.
નેશનલ એવોર્ડ પણ જીતી ચુકી છે અન્વી
13 વર્ષની અન્વીને યોગમાં શ્રેષ્ઠતા માટે 3 ડિસેમ્બર, 2021ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અન્વી પ્રાથમિક શાળામાં ધીમી ગતિએ ભણતી વિદ્યાર્થીની છે. જન્મથી જ અન્વી વિવિધ શારીરિક અને માનસિક બિમારીઓથી પીડિત છે. આ સિવાય અન્વીની ઓપન હાર્ટ સર્જરી પણ કરવામાં આવી છે. અન્વી 75 ટકા બૌદ્ધિક રીતે અક્ષમ છે અને તેને બોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી ઘણી સમસ્યાઓ હોવા છતાં, તેણે ઘણી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ઘણી ચેમ્પિયનશિપ જીતી.