ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)ના બે કેસ આવ્યા છે. ભારતમાં બે કેસ નોંધાવાની સાથે સોશ્યલ મીડિયામાં પોસ્ટર (Poster) વાયરલ થઈ રહ્યું છે. જેનુ ટાઈટલ ઓમિક્રોન વેરિએન્ટ છે. પોસ્ટર જોઈને એવુ લાગી રહ્યુ છે. વર્ષો પહેલાં વેરિએન્ટથી ભવિષ્યવાણી થઈ ગઈ હતી. હોરર થીમવાળા પોસ્ટરમાં યુવાન યુવતી તારાથી ભરેલા આકાશમાં ડરની નજરથી જોઈ રહ્યા છે.
કોરોના વાયરસે બે વર્ષથી આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. હવે નવા વેરીએન્ટે ફરીથી તમામ દેશોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. કોરોના નવા વેરિએન્ટને લઈને સોશ્યલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. જેનું ટાઈટલ ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) છે. હોરર થીમવાળા પોસ્ટરમાં એક યુવાન અને યુવતીની તસવીર છે જેમાં તારાઓથી ભરેલા આકાશ તરફ ડર સાથે જોઈ રહ્યા છે. તેમની પાછળ ખુનથી લથપથ મોટો હાથ પણ નજર આવી રહ્યો છે.. ફોટોગ્રાફ પર લખ્યું છે કે જે દિવસ પૃથ્વી કબ્રસ્તાનમાં ફેરવાઈ જશે.
I Photoshopped the phrase “The Omicron Variant” into a bunch of 70s sci-fi movie posters #Omicron pic.twitter.com/1BuSL4mYwl
— Becky Cheatle (@BeckyCheatle) November 28, 2021
પોસ્ટર વાયરલ થતાં જ મીડિયા પર અલગ અલગ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. નેટિંજેંસનું કહેવુ છે કે ઓમિક્રોન વેરિએન્ટની ભવિષ્યવાણી બહુ પહેલાં જ થઈ ગઈ હતી. પોસ્ટરને સતત રીટ્વિટ કરવામાં આવી રહ્યુ છે. પોસ્ટર આઈરીશ નિર્દેષક બેકી ચીટલે બનાવ્યુ હતુ. તેમણે મજાકની દ્રષ્ટિએ પોસ્ટર તૈયાર કર્યુ હતુ. 1974માં આવેલી સ્પેનિશ ફિલ્મ સુસેસએન લા સુઆર્ટા (Sucesos en la cuarta fase)ના એક પાર્ટના પોસ્ટરને એડિટ કરી ધ એમિક્રોન વેરિએન્ટનુ પોસ્ટર બનાવ્યુ હતુ.