સોની ટીવી પર આવતા સૌથી લોકપ્રિય શો ‘ કોન બનેગા કરોડપતિ 13’ના ચાઇલ્ડ સ્પેશિયલ એપિસોડમાં લગભગ એક કરોડ રૂપિયા જીતવાના નજીક હતી રાજનંદની પરંતુ તેને એક સવાલનો જવાબ નહીં આવડતાં તે કરોડપતિ બનતા રહી ગઇ હતી. આસામની રાજનંદિનીને એક કરોડ રૂપિયા માટે સવાલ પૂછાયો હતો કે ‘12 વર્ષ ચાર મહિના અને 25 દિવસનો યંગેસ્ટ ચેસ ગ્રેંડમાસ્ટર કોણ છે? જેના ઓપ્શનમાં (એ) રમેશબાબૂ પ્રગનંદા (બી) અભિમન્યૂ મિશ્રા (સી) બેથ હારમૉન (ડી) ગુકેશ ડોમ્મારાજૂ આપવામાં આવ્યા હતા. સવાલના જવાબમાં રાજનંદિનીએ જણાવ્યું હતું કે તેણે આ વિષય પર અભ્યાસ કર્યો છે,પરંતુ તેને આ સવાલનો જવાબ શૉર નથી એટલે તેને ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. ક્વિટ કર્યાબાદ રાજનંદિનીને 50 લાખ રૂપિયાની ધનરાશી પ્રાઇઝમાં મળી હતી. અમારા દર્શકોને જણાવી દઇએ કે આ સવાલનો સાચો જવાબ ઓપ્શન (બી) અભિમન્યૂ મિશ્રા છે.
ઉલ્લેખનીય છે કે રાજનંદિનીએ શો દરમિયાન હોસ્ટ અમિતાભ બચ્ચન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે દેશની પ્રેસિડેન્ટ બનવા માંગે છે. સોની ટીવી દ્વારા ખાસ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ચાઇલ્ડ સ્પેશલ સેગમેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં એકથી એક પ્રતિભાશાળી બાળકોએ ભાગ લીધો હતો. રાજનંદિનીના ક્વિટ કર્યાબાદ હોટ સીટ પર વર્ણિકા કોઠારીનામની કન્ટેસ્ટન્ટ આવી હતી, તેણે પણ દસ હજાર રૂપિયાની ધનરાશી પ્રાઇઝમાં જીતી હતી.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયા કેબીસી (KBC)ના 1000 એપિસોડ પૂરા થવા જઇ રહ્યા છે. જેના સેલિબ્રેશનના ભાગ રૂપે અમિતાભ બચ્ચનનો પરિવાર આ શોમાં આવવાનો છે. અમિતાભ બચ્ચની સામે હોટસીટ પર શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી જોવા મળશે, તો આ શો દરમિયાન જ જયા બચ્ચન પર વિડીયો કોલથી શોનો હિસ્સો બનવાના છે. આ શોનો પ્રોમો ઓનએર થઇ ચુક્યો છે અને આ એપિસોડ દર્શકો માટે ઘણો જ મજેદાર થવાનો છે.