છત્તીસગઢના સુકમા જિલ્લાના રહેવાસી અને ‘બચપન કા પ્યાર’ સોંગથી પોપ્યુલર બનેલા સહદેવ દિર્દો (Sahdev Dirdo) લઈને આજે દુ:ખદ સમાચાર આવ્યા છે. સહદેવનો આજે એક્સિડન્ટ (Accident)થઈ ગયો. જેમાં એક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. અકસ્માત બાદ સહદેવને પાસેના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
અકસ્માતમાં સહદેવને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સહદેવની મદદ કરવા માટે છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને નિર્દેશો આપ્યા છે. તેમણે કહ્યું છે કે સહદેવ સાથે બનેલી ઘટના ખૂબ જ દુ:ખ છે. કલેકટર વિનીત નંદનવારને સહદેવની સારામાં સારી સારવાર થાય. તેના નિર્દેશ આપ્યા છે.
मुख्यमंत्री श्री @bhupeshbaghel ने सहदेव दिरदो की दुर्घटना की खबर पर दुःख जताते हुए कलेक्टर श्री विनीत नंदनवार @SukmaDist को त्वरित रूप से सर्वोत्तम चिकित्सा सहायता उपलब्ध कराने का निर्देश दिया है।
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) December 28, 2021
નોંધનીય છે કે, છત્તીસગઢના સીએમના નિર્દેશો બાદ કલેકટર અને પોલીસ અધિક્ષક સહદેવની સારવાર પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે.હવે સહદેવને વધુ સારી સારવાર માટે જગદલપુરના એક હોસ્પિટલમાં રેફર કરી દેવાયો છે. જગદલપુર ની હોસ્પિટલમાં એક ન્યુરોલોજિસ્ટ ની પણ સલાહ લેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સહદેવના અલગ અંદાજમાં ગવાયેલા બચપન કા પ્યાર સોંગ ને એટલો સારો પ્રતિસાદ મળ્યો હતો કે તે રાતોરાત સ્ટાર બની ગયો હતો સોંગ એટલું પોપ્યુલર બન્યું હતું કે છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલે પણ તેનું સોંગ સાંભળ્યુ હતું.
View this post on Instagram
સહદેવના સ્કૂલના એક શિક્ષકે પોતાના ફોનમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો પછી રૈપર બાદશાહએ રિમિક્સ બનાવીને રિલીઝ કર્યો હતો. જેમાં સહદેવ પણ દેખાયો હતો.