ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યમાંથી વરસાદની વિદાયને કારણે આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હવે રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યુ છે જેને કારણે રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે.
અમદાવાદમાં ધુપ-છાવના વાતાવરણને લીધે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.5 ડિગ્રી નોધાયું હતું. જેને કારણે ભાદરવા જેવી આકરી ગરમી અનુભવાઇ હતી. રાજ્યમાં 36.0 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર અમદાવાદ બન્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.