spot_img

વડોદરામાં થર્ટીફર્સ્ટની રાતે મહિલા કોર્પોરેટરનો દીકરો દારૂના નશામાં ઝડપાયો

વડોદરા પોલીસે થર્ટીફર્સ્ટની નાઈટે મોડી રાત્રે વોર્ડ નં.14નાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી. ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતાં તેમણે દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. હોબાળો મચાવતાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. એટલું જ નહીં, ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા પર બેરિકેડ્સ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટીફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દરમિયાન ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સિટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.

આ કિસ્સાની જાણ થતા ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીને થતાં તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. પોલીસકર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે, તમે બધા તેને ફરી વળ્યા છો. દૂર હટી જાઓ, એમ કહી હોબાળો મચાવ્યો હતો. જે અંગેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. પોલીસકર્મચારીઓ અને ભાજપનાં મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદારો તથા પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. ભાજપ મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીએ તેમના દીકરાને માર્યો છે, એમ કહી હાજર રહેલા પોલીસકર્મચારીઓનો ઊધડો લીધો હતો.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles