રાજ્યમાં(Gujarat) રોજે રોજ કોરોના(Corona)સંક્રમણ વધી રહ્યુ છે. જેમ જેમ કેસ(Case)(Increse) વધી રહ્યા છે. તેમ તેમ સરકરા પણ નિયમો આકરા કરી રહી છે. સરકાર દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરીને એક પછી એક સંક્રમણ ઘટે તેવા નિર્ણયો પણ લઈ રહી છે. 8 મહાનગરોમાં અમદાવાદ(Ahmedabad), વડોદરા(Vadodra), સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી. તે નિયમ હાલ છે તેમ યથાવત્ત જ રહેશે.
આજે સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર નિયંત્રણ લાવવા માટે માણસો હાજરી પર લીમિટેશન લાવી દેવાયુ છે. આખા રાજ્યમાં રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને સમારંભો અને ધાર્મિક સ્થળો પર વધુમાં વધુ 150 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. તેમાં પણ જો બંધ જગ્યા હોય તો તે સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા લોકો હાજર આપી શકશે. એટલે કે જો હોલની ક્ષમતા 1000 લોકોની હોય તો પણ મહત્તમ 150 લોકો હાજર રહી શકશે. કોઇ પણ કાર્યક્રમમાં 150 થી વધારે લોકો એકત્ર નહી થઇ શકે.
અત્યારે જે લોકોના ઘરમાં લગ્નનો માહોલ હોય તેમના માટે હવે ચિંતાના વ્યાપી ગઈ છે. કારણ કે સરકારે લગ્ન સમારંભમાં પણ 150 થી વધારે વ્યક્તિઓ હાજર જ ફિક્સ કરી છે. અને લગ્ન માટે DIGITAL ગુજરાત પોર્ટલ પર નોંધણી પહેલાં કરવાની રહેશે. ઉલ્લે્ખનીય છે કે, અત્યાર સુધીની ગાઈડલાઈન પ્રમાણે લગ્ન પોર્ટલમાં 400 લોકોની હાજરીને પરવાનગી હતી. જો કે હવે તે ઘટાડીને 150 કરી દેવામાં આવી છે.