spot_img

ભારતને હરાવીને ઇતિહાસ રચનારા બાબર આઝમની કહાની, જીત પર પિતા રડી પડ્યા

ભારતીય ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડકપમાં રવિવારે એક ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યુ હતુ. આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે પાકિસ્તાને કોઇ વર્લ્ડકપ મેચમાં ભારતને હરાવ્યુ હોય. પાકિસ્તાનની આ જીતના હીરો બાબર આઝમ રહ્યા હતા, જેની આગેવાનીમાં પાકિસ્તાને આ ઇતિહાસ રચ્યો છે. બાબર આઝમે શાનદાર ઇનિંગ્સ રમતા પોતાની ટીમને જીત અપાવી હતી.

પાકિસ્તાનની બેટિંગની નવી ઓળખ બન્યા બાબર

પાકિસ્તાનને હંમેશા સૌથી ફાસ્ટ બોલર પેદા કરનારા દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઇમરાન ખાન, વસીમ અકરમ, વકાર યૂનુસ જેવા ખેલાડી પાકિસ્તાનથી આવ્યા છે પરંતુ બાબર આઝમે જ્યારથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો છે તે સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. બાબર આઝમની જોરદાર બેટિંગને કારણે તેની તુલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ કરવામાં આવે છે.

પાકિસ્તાનના પંજાબથી આવે છે બાબર

બાબર આઝમ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી આવે છે અને લાહોરને રહેવાસી છે. પાકિસ્તાન ક્રિકેટ રમી ચુકેલા અદનાન અકમલ, કામરાન અકલમ અને ઉમર અકમલ કેપ્ટન બાબર આઝમના કઝિન છે. એવામાં બાબર આઝમના ખાનદાનમાં ક્રિકેટ પહેલાથી જ છે અને તેના ઘરના લોકો પાકિસ્તાન માટે રમતા રહ્યા છે.

15 ઓક્ટોબર 1994માં એક પંજાબી પરિવારમાં જન્મેલા બાબર આઝમનો શરૂઆતનો અભ્યાસ લાહોરમાં થયો હતો. આશરે 13 વર્ષની ઉંમરમાં તે પાકિસ્તાનના જાણીતા ગદ્દાફી સ્ટેડિયમમાં જવા લાગ્યો હતો, જ્યા શરૂઆતમાં તે એક બોલ બોય તરીકે જોડાયો હતો. તે બાદ બાબર આઝમે ક્રિકેટ એકેડમી જોઇન કરી અને નાના લેવલ પર ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતુ.

બાબર આઝમના શરૂઆતના કોચ રાણા સાદિક હતા, તેમની પાસે શીખ્યા બાદ બાબર આઝમ પાકિસ્તાનના અંડર-19 કેમ્પ સાથે જોડાયો હતો અને પછી ક્યારેય પાછળ ફરીને જોયુ નથી. 16 વર્ષની ઉંમરમાં બાબર આઝમે ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધુ હતુ. વર્ષ 2015માં 21 વર્ષની ઉંમરમાં તેણે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતુ.

રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે બાબર

બાબર આઝમની તુલના આ સમયે વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. એક દાયકાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનો સિક્કો ચાલી રહ્યો છે, દરેક રેકોર્ડ તેના નામે છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં બાબર આઝમે પોતાનું નામ બનાવ્યુ છે અને સતત તમામ રેકોર્ડ્સને ધ્વસ્ત કરી રહ્યો છે. વન ડે, ટી-20માં સૌથી ઝડપી રન બનાવવા મામલે હવે બાબર આઝમનું પણ નામ છે.

કુલ ટી-20: 62, રન 2272, એવરેજ 48.34, સદી-1
કુલ વન ડે: 83, રન 3985, એવરેજ-56.92, સદી-14
કુલ ટેસ્ટ: 35, રન 2362, એવરેજ 42.94, સદી-5

પાકિસ્તાન માટે રચી દીધો ઇતિહાસ ભાવુક થયા પિતા

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાને તે કર્યુ જે ક્યારેય થયુ નહતુ. પાકિસ્તાને વર્લ્ડકપમાં ભારતને હરાવ્યુ છે. 2007થી લઇને 2016 સુધી ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 5 મેચ રમાઇ છે પાંચમાં ભારતની જીત થઇ હતી. આ સિવાય 50 ઓવરના વર્લ્ડકપમાં 7 મેચ રમાઇ છે અને દરેક વખત ભારતની જીત થઇ હતી પરંતુ હવે 2021ની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યુ છે. દુબઇમાં જ્યારે આ જીત મળી ત્યારે બાબર આઝમના પિતા ત્યા હાજર હતા અને આ જીતથી તે ભાવુક થઇ ગયા હતા.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles