વડોદરાઃ વડોદરામાં દારૂ પીને બિભત્સ માંગણીઓ કરી મારઝૂડ કરનાર પતિ સામે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે મારો પતિ દારૂ પીને અકુદરતી સંબંધો બાંધવાની માંગણીઓ કરે છે અને જો હું ના પાડું તો મારી સાથે મારપીટ કરે છે.
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પિયરમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતાના વર્ષ-2012માં લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામમાં રહેતા સાગર ભગવાન ચવ્હાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પરણિતાએ બે પુત્રને જન્મ આપ્યો હતો.જે પૈકી એક પુત્રનું વર્ષ-2016માં બીમારીના કારણે મૃત્યુ થયું હતું.
લગ્નના થોડા સમયમાં સાસરિયાવાળાઓએ દહેજ પેટે વિવિધ માગણીઓ કરવાનું શરૂ કર્યું હતું. દીકરીનો ઘરસંસાર ના બગડે તે માટે પિતાએ રૂ.2.50 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. વર્ષ-2015માં સાગરના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની સાથે પણ ઝગડો થયો હતો. સાગર દારૂ અને સિગરેટનું વ્યસન ઘરાવતો હોવાથી પરણિતા પાસે વિવિધ બિભત્સ માગણી કરતો હતો. જ્યારે પરણિતા તે માગણી પુરી ના કરી શકે તો સાગર માર મારતો હતો. પરિણીતાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી.