એક પત્નીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તેને પતિને ગર્લફ્રેન્ડ બનાવવાની છૂટ આપી રાખી છે. ટિકટૉક યૂઝર @CliqueBaittvએ જણાવ્યુ કે તેના પતિની કેટલીક ગર્લફ્રેન્ડ છે. મહિલાનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે મહિલા 12 વર્ષથી પતિ સાથે લગ્ન જીવન વિતાવી રહી છે.
@CliqueBaittvએ પોતાના ઘરના કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં પતિની ગર્લફ્રેન્ડને પણ જોઇ શકાય છે. મહિલાનું કહેવુ છે કે આવુ કરવાને કારણે પતિ સાથે તેનો સબંધ ઘણો સારો રહે છે. @CliqueBaittvના ઓનલાઇન ફોલોવર્સની સંખ્યા 560,000થી વધારે છે. મહિલા અમેરિકાના મિયામીમાં રહે છે.
પતિની ગર્લફ્રેન્ડ થઇ ગઇ પ્રેગનન્ટ
મહિલાએ એવો પણ ખુલાસો કર્યો કે તેના પતિએ એક ગર્લફ્રેન્ડને પ્રેગનન્ટ પણ કરી દીધી હતી. જ્યારે પત્ની ખુદ ફર્ટિલિટીની સમસ્યા સામે ઝઝુમી રહી છે. મહિલાએ કહ્યુ કે તેના પતિ એટલા ક્યૂટ છે કે જો તે કોઇ બાળક પેદા નથી કરી શકતી તો સારૂ નથી લાગતુ.
મહિલાએ એમ પણ કહ્યુ કે જ્યારે તેને પતિને ગર્લફ્રેન્ડ બનાવવાની છૂટ આપી તો એક રાત્રે કેટલીક યુવતીને તે ઘરે લઇને આવ્યો હતો. તે બાદ પત્નીએ જ પતિ અને મોટાભાગના મહેમાનો માટે ભોજન પણ તૈયાર કર્યુ હતુ.
પત્ની તમામ કમાણી ઘરના ગ્રુપ એકાઉન્ટમાં નાખે છે
આટલુ જ નહી, પત્ની પોતાની તમામ કમાણી પણ એક ગ્રુપ એકાઉન્ટમાં નાખી દે છે. મહિલાએ એવુ પણ કહ્યુ કે તેના પતિ ટિંડર પર પણ છે જેથી તે અન્ય મહિલાઓ સાથે ડેટ પર જઇ શકે.