એક કંપનીના તમામ કર્મચારીઓ ઓફિસમાં યોજાયેલી પાર્ટીમાં ગયા હતા પરંતુ આ પાર્ટીમાં માત્ર એક મહિલા કર્મચારીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જે બાદ તે કોર્ટમાં પહોંચી હતી. આ મામલાની સુનાવણી થઈ અને મહિલાને લગભગ 70 લાખ રૂપિયાનું નુકસાન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઘટના બ્રિટનની છે. 51 વર્ષીય રીતા લેહરે સ્ટ્રેટફોર્ડમાં એસ્પર્સ કેસિનો વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી. તે ત્યાં કેશિયર તરીકે કામ કરતી હતી. રીતાએ કહ્યું કે સહકર્મીઓએ તેને એકલી છોડી દીધી.રીટાએ કહ્યું કે લાસ ઇગુઆનાસોમાં તમામ સહકર્મીઓએ પાર્ટી કરી હતી, પરંતુ તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
ટ્રિબ્યુનલના નિર્ણય અનુસાર, રીતાને પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તેણે અગાઉ અન્ય સ્ટાફ સામે ભેદભાવની ફરિયાદ કરી હતી. તેણે કંપની સામે સતામણી, ઉંમર અને જાતિના આધારે ભેદભાવની ફરિયાદ કરી હતી.
રીતાએ નવેમ્બર 2011થી સુપર-કેસિનોમાં કામ કરવાનું શરૂ કર્યું. તે યુકેનો બીજો સૌથી મોટો કેસિનો છે અને લગભગ 560 લોકોને રોજગારી આપે છે.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે રીતાએ ભેદભાવની ફરિયાદ કર્યા પછી કેસિનો સ્ટાફમાંથી એક દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે ફરીથી કોઈને પણ “વિશ્વસનીય પુરાવા” વિના ભેદભાવનો આરોપ મૂકશે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ મામલે સુનાવણી હાથ ધરાઇ અને મહિલાને લગભગ 70 લાખ રૂપિયાનું નુકસાન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રીતાને તેની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને નાણાકીય નુકસાન માટે કંપનીને રૂ. 70 લાખ ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.