મધ્યપ્રદેશના છતરપુરમાં મહિલાએ અનોખી બાળકીનો જન્મ આપ્યો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે હાલ માતા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. ડૉક્ટરોએ તેને સારી સંભાળ માટે છતરપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધી છે.
સરગુવાન ગામમાં રહેતી 24 વર્ષીય પૂજા પતિ અંતુ કુશવાહાને લેબર પેઈનને કારણે બુધવારે રાત્રે બાદમલ્હારાબ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. તેણે સવારે 8 વાગ્યે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના શરીરમાં બે માથા હતા. બીજું માથું પગ પાસે હતું!બાળકના માથાના નીચેના ભાગમાં વાળ અને આંખો, નાક, કાન સંપૂર્ણ રીતે વિકસિત નથી. જન્મ સમયે બાળકીનું વજન 3.3 કિલો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા ખૂબ જ ગરીબ હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ કરાવી શકતી નહોતી. જેથી તેને ગર્ભમાં બે માથાવાળી બાળકી હોવાનો ખ્યાલ જ આવ્યો ન હતો.