સાડી ભારતીય સ્ત્રીની ઓળખ છે. વિશ્વમાં ગમે તેટલા મોટા કાર્યક્રમ હોય. ભારતીય મહિલાઓ લગભગ સાડીમાં જોવા મળે છે. તમામ કાર્યક્રમોમાં સાડી પહેરેલી મહિલાઓ અલગ જ તરી આવે છે. અને ભારતમાં તો સાડી પહેરવાનું ચલણ વધુ છે.
ભારતમાં સાડીઓને પણ વિવિધ રીતે પહેરવામાં આવે છે. ગુજરાતી, બેંગોલી સાડી વગેરે પ્રકારે પણ સાડી પહેરે છેે. જે પહેર્યા બાદ મહિલા વધુ સારા દેખાવ માટે કંઈ ડિફરન્ટ બ્લાઉઝ પહેરે છે. ત્યારે હાલમાં સોશ્યલ મીડિયામાં મહેંદીવાળા બ્લાઉઝ પહેરીને એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે.
View this post on Instagram
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મહેંદીમાંથી બનાવેલુ બ્લાઉઝ પહેરીલી મહિલાનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલાએ સફેદ રંગની ચિકનની સાડી પહેરી છે. જેમાં મહિલાનો લૂક અલગ જ પ્રકારનો દેખાઈ રહ્યો હતો. મહિલાએ નિયમિત કપડાના બ્લાઉઝના સ્થાને મહેંદીમાંથી બનાવેલો બ્લાઉઝ પહેર્યો છે. જેની ડિઝાઈન ખૂબ જ જટીલ દેખાઈ રહી છે.