દુનિયાનો પહેલો ટેક્સટ મેસેજ (SMS) વર્ષ 1992માં મોકલવામાં આવ્યો હતો, આ મેસેજ વોડાફોનના એક કર્મચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો. આ ટેક્સ મેસેજમાં લખવામાં આવ્યું હતું ‘Merry Christmas’ ત્યારે હવે આ પહેલાં ટેક્સટ મેસેજની હરાજી થવા જઇ રહી છે. આ ટેક્સટ મેસેજની હરાજી લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયાની થઇ શકે છે. ડેલી મેઇલમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે દુનિયાનો પ્રથમ ટેક્સટ મેસેજ બ્રિટિશ પ્રોગ્રામર નલી પાપવોર્થે 29 વર્ષે પહેલાં 3 ડિસેમ્બર 1992ના રોજ મોકલ્યો હતો. ત્યારે હવે વોડાફોન કંપનીએ આ પ્રથમ મેસેજની હરાજી કરવાનું નક્કી કર્યું છે. આ ટેક્સટ મેસેજની હરાજી પેરીસ સ્થિત એક ગેજેટ્સ ઓક્સન હાઉસમાં થશે અને આ હરાજી 21 ડિસેમ્બર 2021ના રોજ થશે.
ઉલ્લેખનીય છે કે નીલ પાપવોર્થ એક ડેવલપર અને ટેસ્ટ ઇન્જીનિયર તરીકે કામ કરતા હતા, ત્યારે તેમણે આ મેસેજ કોમ્પ્યુટરથી પોતાના સાથી રિચર્ડ જારવીસને મોકલ્યો હતો. રિચર્ડ જારવીસ ત્યારે કંપનીના ડાયરેક્ટર હતા. તેમણે આ મેસેજ ઑર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલ્યો હતો. ત્યારે નીલ પાપવોર્થે વર્ષ 2017માં પોતાની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમને ક્યારે ખ્યાલ નહોતો કે આ મેસેજ આટલો પોપ્યુલર થઇ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ ટેક્સટ મેસેજ તેમણે કર્યો હોવાની વાત મારા બાળકોને પણ કરી હતી, જેનાથી તેઓ ઘણા અચંબીત અને ખૂબ થઇ ગયા હતા.