ભારતીય ક્રિકેટ ટીમ ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહી છે, જેમાં ઘણા એવા ખેલાડીયો છે જે આંતરાષ્ટ્રીય ક્રિકેટ પછી સીધા જ IPL રમવા માટે ગયા છે.આ IPLની સીઝન પૂર્ણ થયા પછી ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે.. ત્યારે એવામાં ખેલાડીઓ એક બબલમાંથી બીજા બબલમાં જાય એ પહેલાં જ (BCCI) બીસીસીઆઇ એક મોટો નિર્ણય લેવા જઇ રહ્યું છે.. ટી-20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીયોને આરામ આપવામાં આવી શકે છે. કેમ કે ટી-20 વર્લ્ડકપ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ ખાતે ટી-20 અને ટેસ્ટ સીરીઝ રમવા માટે જવાની છે. આ સીરીઝમાં બીસીસીઆઇ કેટલાક જુના ખેલાડીઓને આરામ આપીને યુવા ખેલાડીઓને ચાન્સ આપી શકે છે. ક્યાં ખેલાડીને આરામ આપવામાં આવશે તેની હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી, પરંતુ સિનિયર ખેલાડીઓને આરામ આપવાની ચર્ચા ચાલી રહી છે.