27 ડિસેમ્બરના રોજ નરોડા પોલીસ સ્ટેશનમાં રવિ પંડ્યા નામના વ્યક્તિના અપહરણથી ફરિયાદ નોંધાઈ. અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ એકદમ એલર્ટ મોડ પર કામ કરાવા લાગી. ફરિયાદીની ફરિયાદના આધારે અપહરણકારો પોલીસને જાણ કરાઈ હતી કે અહરણકારો તેમની પાસે પૈસની માંગણી કરી રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી તો મોટો ધડાકો થયો. અને અપહરણ કરાયેલા વ્યક્તિએ જ આખુ તરકટ રચ્યાનું બહાર આવ્યુ. પોલીસે રવિને જયપુરથી ઝડપી પાડ્યો
રવિએ પૂછપછમાં પોતે ખુલાસો કર્યો કે તે પહેલા તાંન્ઝાનિયા ગયેલો જ્યાંથી પરત આવતા સમયે કેટલાક રૂપિયાનું દેવું થયું હતું. રૂ.2 લાખનું દેવું થઈ જતા પરિવાર જોડે રૂપિયા મેળવવા માટે અપહરણ તરકટ રચ્યું હતુ.. આરોપી રવિ પંડ્યા છેલ્લા 9 વર્ષથી આફ્રિકાના તાન્ઝાનિયા રહી કોમોડિટી વસ્તુઓનો વેપાર કરતો હતો. પણ એક વર્ષથી કોરોનાને લઈ ધંધામાં નુકશાન થયું હતું. જેથી રવિને પરત ભારત આવું હતું પરતું તેની પાસે પૈસા ન હોવાથી પિતાને કહેતા બે લાખ રૂપિયાનું સગવડ કરી જૂન 2021માં અમદાવાદ આવ્યો હતો.
2 લાખ રૂપિયા ચુકવી ન શક્તો હોવાથી તે ખુબ જ નાસીપાસ થઈ ગયો હતો. જેના કરાણે પૈસા એકઠા કરવા માટે પોતાના અપહરણનું તરકટ રચી કાઢ્યુ. અપહરણ નામને જે પૈસા આવે તેમાંથી તે દેવું ભરપાઈ કરી દેવાના ફિરાકમાં હતો. 27 તારીખે ઘરમાં કહ્યુ કે મોબાઈલ નંબર બદલીને ફરીથી ઘરે આવું છુ. પરંતુ ત્યાંથી રવિ સીધો જોધપુર, દિલ્હી, અને જમ્મુ પહોચી ગયો હતો. જ્યાં એક બીજુ કાર્ડ લઈને પોતાના ઘરે ફોન કરીને કહ્યું કે અમને 2 લાખ રૂપિયા આપો નહી તો રવિ પંડ્યાને મારી નાંખીશુ. ધમકી ભર્યો ફોન અને મેસેજ આવવાથી પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી.