નવસારીઃ નવસારીના ખેરગામમાં 14 વર્ષીય સગીરા સાથે વિધર્મી દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં વિધર્મીએ સગીરાને હિન્દુ નામ જણાવી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે બાદમાં સગીરાને યુવકનું સાચુ નામ ખબર પડી જતા પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. પરંતુ યુવકે સગીરાને ચપ્પુ બતાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાના પિતાએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ખેરગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેરગામમાં પરપ્રાંતિય સગીરાને વિધર્મી યુવાન હિન્દુ નામ જણાવીને ફ્રેન્ડશિપ કરવાનું કહીને સોશિયલ મીડિયાનું આઈડી લઈ મેસેજ કરતો હતો. જોકે બાદમાં સગીરાને યુવકના નામ અંગેની જાણ થતા સંબંધ રાખવાની ના પાડી હતી જેનાથી ઉશ્કેરાયેલા વિધર્મી યુવક દિવસ સગીરાના ઘરમાં ઘૂસી ગયો હતો અને ચાકુ બતાવી તેના ઉપર અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. એટલું જ નહીં, સગીરા પ્રેમસંબંધ નહીં રાખે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.