અમદાવાદમાં બે વિચિત્ર ચોર પોલીસે ઝડપી પાડ્યા છે. જેઓ સોના ચાંદી હીરા કે જવેરાતની મોટી ચોરી નહીં પરંતુ પાર્સલની ચોરી કરતાં હતાં. બંન્ને પર 29 પાર્સલ ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસમાં પૂરાવો મળતાં બંન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
હર્ષ બોરવાડિયા અને વિપુલ આહીર એવા ચોર છે. જેમને સોનુ ચાંદી કે કિંમતી વસ્તુઓ નહિ પરંતુ પાર્સલની ચોરી કરાતાં પોલીસે પકડ્યા છે. ગુજરાત કોલેજ નજીક આવેલી ઇકોમ એક્સપ્રેસ પ્રાઇવેટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા વિજય દેસાઈ પાલડીના સુરદીપ ડુપ્લેક્સમાં ઓનલાઈન મંગાવેલા પાર્સલની ડિલિવરી કરવા માટે પહોંચ્યા હતા. વિજય પાસે તે સમયે પાસે 68 પાર્સલ હતા. વિજેય 38 પાર્સલ ડિલિવર કરી દીધા હતા. વિજય જ્યારે એક પાર્સલ સુરદીપ ડુપ્લેક્સમાં આપવા માટે ગયા ત્યારે બંન્ને આરોપીઓએ વિજય પાસે બચેલા 29 પાર્સલ ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરી કરવાની આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ.
આરોપીઓ પાર્સલ ચોરી કરી શું કરતાં ?
વેજલપુરનો રહેવાસી હર્ષ બોરવાડિયા પહેલાં ઝોમેટોમાં જોબ કરતો. મોજશોખ કરવા માટે આરોપી હર્ષ બોરવાડીયાએ મિત્ર વિપુલ આહીર સાથે મળીને આખુ ચોરીનું પ્લાન ઘડ્યો. બંન્ન આરોપીએ એક પ્લાનના આધારે કોઈના ઘરમાં નહિ પરંતુ પાર્સલની ડિલિવરી કરવા જતાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરવાનું નક્કી કર્યું. વિજય દેસાઈ પાસેથી 29 પાર્સલ ચોરી કરીને બંન્ને આરોપીઓએ ચોરી કરેલા પાર્સલ જુદા જુદા એડ્રેસપર ડિલિવરી કરવા ગયા. જ્યાં કેશઓન ડિલિવરી હોય ત્યાં તેઓ પાર્સલ આપી રોકડ લઈ લેતા હતાં. જ્યારે જે પાર્સલનું પેમેન્ટ ઓનલાઈન થયું હોય તે પાર્સલ કોઈ ગરીબ વ્યક્તિને આપી દેતા હોવાનું
ઉલ્લેખનીય છે કે પાલડી પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંન્ને આરોપીઓએ 29 પાર્સલની ચોરી કરી. તેની ડિલિવરી કરી જે પૈસા આવ્યા તેનો ઉપયોગ શામાં કર્યો. અને ઓન લાઈન પેમેંટ કરેલા પાર્સલને કયાં કયા વિસ્તારમાં ગરીબ લોકોને આપ્યા તેની પણ પૂછપરછ શરૂ કરી છે.