spot_img

ઉત્તરાયણ પર રાશિ પ્રમાણે દાન કરવામાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખો, તમને મળશે મીઠા ફળ

ધર્મ અને જુના લોકોના કહેવા પ્રમાણે ઉત્તરાયણના દિવસને જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ. પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ સાથે સાથે પિતૃઓ માટે જળનું દાન પણ કરવું જોઈએ. ઉત્તરાયણમાં જો તમે રાશિ અનુસાર સમજી વિચારીને દાન કરો છો, તો તે કરવામાં આવેલુ દાન તમારા માટે ભવિષ્યમાં ખુબ જ અસરકારક સાબિત થશે. દાન કરવાની સાથે ઉત્તરાયણના દિવસે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મેષ: ઉત્તરાયણના દિવસે તમારે પર જોખમી કામ ટાળવાનો પ્રયાસ કરો. આ દિવસે લાલ રંગના કપડાં પહરવાનું રાખો અને મચ્છરદાની, તલનું દાન કરો.

વૃષભ: ઉત્તરાયણના પર વધુ પડતા ઉત્સાહમાં ન આવી જાઓ, જે કામ કરો તે શાંતિથી કરો. સંક્રાંતિના દિવસે સફેદ વસ્ત્રો પહેરો અને ઊની વસ્ત્રો, તલ જરૂરિયાતમંદોને દાન કરો.

મિથુનઃ મકરસંક્રાંતિ પર તમારી સમસ્યાઓ વધી શકે છે, ધીરજ રાખો. સફેદ વસ્ત્રો પહેરો અને કાળા તલ અને મચ્છરદાનીનું દાન કરો.

કર્કઃ મકરસંક્રાંતિના દિવસે પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. પૈસા આપતાં સમયે ધ્યાનપૂર્વક વિચારો. ભગવા રંગના વસ્ત્રો પહેરો અને તલ, સાબુદાણા અને ઊનનું દાન કરો.

સિંહ: તહેવાર પર તમારે સંતોષ જાળવી રાખવો. નવા કાર્યો કરતી વખતે સાવચેત રહો. સંક્રાંતિ પર પીળા વસ્ત્રો પહેરો. તમારી ક્ષમતા અનુસાર તલ, ધાબળો, મચ્છરદાનીનું દાન કરો.

કન્યાઃ પરિવારના કોઈ સભ્ય સાથે વાદવિવાદ ન કરવો. દબાણ દૂર કરવાનો પ્રયાસ કરો. સંક્રાંતિ પર વાદળી વસ્ત્રો પહેરો. ક્ષમતા મુજબ તલ, ધાબળો, તેલ, અડદની દાળનું દાન કરો.

તુલા : મકરસંક્રાંતિ પર સાવધાન રહેવું. અજાણ્યા વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરો. સંક્રાંતિ પર સફેદ વસ્ત્રો પહેરો. તેલ, રૂ, કપડા, સરસવ અને મચ્છરદાનીનું દાન કરો.

વૃશ્ચિક રાશિફળ: વેપારમાં લાભ થશે. સ્વજનોની મદદ સમજી વિચારીને લો. સંક્રાંતિ પર લાલ વસ્ત્રો પહેરો. કોઈપણ જરૂરિયાતમંદને ધાબળા, ઊની કપડાંનું દાન કરો.

ધન: પૂજા કરતી વખતે એકાગ્રતા જાળવી રાખો. જે કામ તમે ઘણા દિવસોથી કરવા માંગતા હતા તે પૂર્ણ થઈ શકે છે. સંક્રાંતિ પર પીળા કે કેસરી વસ્ત્રો પહેરો. તલ, ચણાની દાળનું દાન કરો.

મકર: કોઈપણ પ્રકારનું ખોટું કામ ન કરવું. તમને સારા સમાચાર મળી શકે છે. સંક્રાંતિ પર વાદળી અથવા આકાશી રંગના કપડાં પહેરો. તેલ, તલ, ધાબળો, પુસ્તકનું દાન કરો.

કુંભ: અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરવો. જોખમી પ્રવૃત્તિઓ ટાળવાનો પ્રયાસ કરો. સંક્રાંતિ પર વાદળી અથવા કાળા વસ્ત્રો પહેરો. તલ, સાબુ, કપડાં, કાંસકો, અનાજનું દાન કરો.

મીન: નવા લોકો સાથે વાત કરતી વખતે સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. સંક્રાંતિ પર પીળા કે ગુલાબી વસ્ત્રો પહેરવા જોઈએ. તલ, ચણા, સાબુદાણા, ધાબળો, મચ્છરદાનીનું દાન કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles