આજના જમાનામાં રિન્યુએબલ એનર્જીની(renewable energy)ખાસ્સી બોલબાલા છે. લોકોએ પોતાના ઘરો પર હવે ધીમે ધીમે સોલાર પ્લાંટ(Solar Plant)લગાવી પોતાના ખર્ચાઓ ઘટાડી રહ્યા છે. એમાં પણ ગુજરાત અને રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જી પર સારો એવો ભાર મુકી રહી છે. એવામા ગાંધીનગર સ્થિત પંડિત દિન દયાલ એનર્જી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ એક સોલાર ટ્રી તૈયાર કર્યુ છે. જેનાથી હવે સોલાર એનર્જી ઉતપન્ન થઈ રહી છે.
આ સોલાર ટ્રી એવું ઝાડ છે જેને ફોલ્ડ કરીને ગમે તે જગ્યા પર લઈ જઈ શકાય છે. અને કોઈપણ સ્થાન પર સ્થાપિત કરી શકાય છે. સની નામના પૂર્વ વિદ્યાર્થીએ શહેરોમાં ઓછી જગ્યા હોવા છતા કેવી રીતે સોલાર પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકાય. તેની વિવિધ ડિઝાઈન પણ તૈયાર કરી છે. આ ડિઝાઈન તે લોકોને વધુ ફાયદાકારક નિવડે એમ છે જેમની પાસે જમીન નથી છતાં પણ સોલાર પ્લાંટનો ઉપયોગ કરવા માંગ છે.
સની પંડ્યા નામના પૂર્વ વિદ્યાર્થીએ તમામ ડિઝાઈન તૈયાર કરી છે. તમામ ડિઝાઈન તેઓ જાતે જ ઉત્પાદન કરે છે. તેમણે સોલાર થકી વિજળી ઉત્પન્ન કરવા માટે ઝાડ જેવી પૈનલ તૈયાર કરી છે. તેમનું માનવું છે કે આ પ્રકારે સોલાર પેનલ તૈયાર કરવાથી 98 ટકા જમીનની જરૂરીયાત ઘટી જશે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રસ્તાની વચ્ચે, ફૂટપાથ પર અથવા બગીચા સહિત ઘણી જગ્યાએ લગાવી શકાય છે. હાલમાં ખેડા જિલ્લાના શત્રુડા ગામમાં પણ શનિદેવનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડે સાણંદમાં બે સોલાર પાવર ટ્રી પણ લગાવ્યા છે. શનિ પંડ્યા જણાવે છે કે તે પોતાના ગ્રાહકોની જરૂરિયાતના આધારે સોલાર ટ્રી બનાવે છે. અત્યાર સુધીમાં, તેઓએ પાવર ટ્રીમાં 300 થી વધુ સ્ટ્રીટલાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે, જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે. સોલાર ટ્રીના કારણે તેમની પાસે સૌર ઊર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ છે, જેણે 1600 ચોરસ ફૂટથી વધુ જગ્યા બચાવી છે.