બહુચરાજી મંદિર ખાતે બિરાજેલ જગતજનની માં બહુચર માતાએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 345 વર્ષ પહેલાં તેમની જ્ઞાતિને માગસર સુદ બીજના દિવસે શિયાળીની કડકડતી ઠંડીમાં અશક્ય જણાતું રસ અને રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા યાદગીરી રૂપે માગશર સુદ બીજના દિવસે તીર્થધામ બહુચરાજીમાં માતા બહુચરની આરતી બાદ રસ અને રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવે છે.
માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજી મંદિર ખાતે જીવંત રાખવામાં આવ્યો છે. આજે પણ અહીંયા માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ દર્શન માટે આવેલા ભક્તોને રસ રોટલીનું જમણ પ્રસાદી રૂપે આપવામાં આવે છે ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા માટે દુર દુરથી ભક્તો પધારે છે.