બ્રમ્હાંડમાં એવો એસ્ટોરોડ શોધાયો છે જેના પર અખુટ ખનીજ ભંડાર છે. પૃથ્વી કરતાં પણ અનેક ઘણા ખનીજ ભંડારો આ એસ્ટોરોઈડ પર હોવાનો દાવો અમેરિકાની એજન્સી અત્યારે કરી રહી છે. 16 સાઈકી એસ્ટોરોઈડ નામના આ એસ્ટોરોઈડ પર મુલ્યવાન એવા ખનીજ તત્વોથી ભરપુર છે. જેમાં એવું કહી શકાય કે પૃથ્વીની અર્થ વ્યવસ્થા કરતાં પણ વધુ ખનીજ છે. જે દેશ આ એસ્ટોરોડ પર ખનન કરવાની પહેલી શરૂઆત કરશે તેનું નસીબ ચમકી જશે.
અનુમાન પ્રમાણે એસ્ટેરોઈડ પર 10 હજાર કાડ્રિયન ડોલરનો ખજાનો ઉપલબ્ધ છે. ખનીજની કિંમત જેટલી વધારે છે, તેટલી જ અઘરુ ત્યાં પહોચવાનું છે. ત્યાં પહોંચવુ એટલે આખી દુનિયાની અર્થવ્યવસ્થા કરતાં પણ મોંઘુ છે. જો દુનિયાના બધા દેશો આના પર ખનન કરવાની શરૂઆત કરશે તો બધા દેશો કંગાળ થઈ જશે. 16 સાઈકી એસ્ટોરોઈડ સૌર મંડળનો સૌથી મોટા એસ્ટોરોઈડમાંનો એક છે. તેનો વૃત્ત 140 કિમી કરતાં પણ મોટો છે. એસ્ટોરોઈ આમ તો બટેટા જેવો દેખાય છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે આ એસ્ટોરોઈડ અત્યારે ફરી રહ્યો છે. પાંચ વર્ષે એક વાર સુર્યનો એક ચક્કર પૂર્ણ કરી શકે છે. જેટલો દુર પૃથ્વીથઈ સુર્ય છે તેનાથી ત્રણ ગણો દુર એસ્ટોરોઈડ પૃથ્વીથી દુર છે.
આ અજીબોગરબી એસ્ટોરોઈડની શોઘ ઈટલીના ખગોળશાત્રી એનીબેલ ડી ગેસ્પારિયને 17 માર્ચ 1852ની સાલમાં કરી હતી. તેમને ગ્રીકના દેવતા ના નામે તેનું નામકરણ કર્યુ હતુ. અત્યાર સુધી તો કોઈ આને શોધવા માટે કોઈ મિશન લોંચ કરવામાં નથી આવ્યુ. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોને હબલ ટેલિસ્કોલ દ્વારા એસ્ટોરોઈડની ઈન્ફ્રારેડ વેવલેંથ, રડારથી શોધ કરવામાં સફળ રહ્યા છે. કે આનો આકાર બટેટા પ્રકારનો છે.
ઓગસ્ટ 2022માં નાસા એસ્ટોરોઈડ માટે મિશન લોંચ કરવાની શરૂઆત કરશે. 2026ની સાલમાં એયરક્રાફ્ટ ત્યાં પહોચશે. નાસાનું લક્ષ્ય એ રહેશે કે 21 મહિના સુધી એસ્ટોરોઈડના ચક્કર લગાવે અને ત્યાં રહીને તેમાં રહેલા ધાતુઓનું નિરિક્ષણ કરીને ડેટા મોકલે.