ઈરાનમાં “Hulk” જેવું શરીર ધરાવતા સજાદ ઘરીબી દુનિયાભરમાં અત્યારે સોશ્યલ મિડિયામાં ચર્ચામાં છે. સજાદનુ શરીર સ્થાનિક લોકોને ડરાવી રહ્યું છે. તેમના શરીરની શક્તિ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. એટલે જ સોશ્યલ મીડિયામાં ઓરીજનલ હલ્ક તરીકે ઓળખાવા લાગ્યા છે.
હલ્ક એક સુપરહીરો છે, જે માર્વેલ ફિલ્મોમાં અવારનવાર દેખાય છે. તેના પર કોઈ બોંબ કે પછી કોઈ મિસાઈલ કે પછી કોઈપણ ગોળીની અસર થતી નથી. તે ધારે તો કંઈપણ વસ્તુ તોડી શકે છે. તેવુ જ શરીર અત્યારે સજાદનું હોવાથી સોશ્યલ મીડિયામાં હલ્ક ના નામથી ચર્ચીત છે. 2019માં સજાદ મિક્સ માર્શન આર્ટની દુનિયામાં એન્ટ્રી લીધી. રીંગમાં તેમનો સામનો બ્રાજીલના બોડી બિલ્ડર સાથે થયો હતો
હવે આગળનો મુકાબલો લંડનના માર્ટિન ફોર્ડ સાથે થવાનો છે જેના માટે તે તૈયારી કરી રહ્યો છે. આ મુકાબલાને પર દુનિયાના તમામ લોકોની નજરો છે. સજાદ અત્યારે પોતાની પ્રેક્ટિસના વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર મુકી રહ્યા છે. વીડિયો ખૂબ જ ચોંકાવનારા છે. વીડિયોમાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે HULK દિવાલ પર પંચ મારી રહ્યો છે, અને તરબુચને દબાવીને મસળી કાઢે છે.
એક વીડિયોમાં તે કારને ખેંચી રહ્યો છે. અન્ય એક વીડિયોમાં તે લોખંડના પાઈપને વાળી દેતો હોય તે વીડિયો પણ પોસ્ટ કર્યો. વીડીયો બાદ લોકોએ તેમના પર આરોપ લગાવ્યો કે તમે જે ફોટોગ્રાફ પોસ્ટ કરો છો તે ફર્જી છે. આરોપ બાદ તુરંત સજાદે હાડકુ તોડતો વીડિયો પોસ્ટ કર્યો અને સાબિત કરી દીધુ કે તે ફર્જી નથી. જે કંઈ દેખાડે છે તે તમામ તથ્ય પૂર્ણ છે.