હાલમાં શિયાળો ફૂલ જોરમાં ચાલી રહ્યો છે અને સાથે માવઠું પણ અનેક વખત થઇ ચુક્યું છે, હાલમાં બે ઋતુ ભેગી ચાલી રહી છે અને આની વચ્ચે કોરોનાનો કહેર તો છે જ ત્યારે ઠંડી વધારે પડતાં અને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓનો સમાનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ઋતુમાં શ્વાસનને લગતી તકલીફો પણ ઉભી થાય છે. ધુમ્મસભરી સવાર અને ઠંડી સાંજ કેટલાક લોકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે. આમ તો શ્વાસના રોગો ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ કેટલાક રોગ માત્ર શિયાળા દરમિયાન વધુ જોવા મળે છે. ખૂબ વધુ પ્રદુષણ અને ધુમ્મસના સંગમના કારણે શ્વાસને લાગતી તકલીફો ઉભી થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ઘરની અંદર નબળા વેન્ટિલેશનને કારણે શિયાળા દરમિયાન રોગનો ફેલાવો ઝડપી બને છે. અસ્થામા અને COPD જેવા રોગથી પીડિત લોકો માટે આ ઋતુ મુશ્કેલ છે. ત્યારે શિયાળામાં જોવા મળતી સમાન્ય બિમારીઓની વાત કરીએ તો
- સામાન્ય શરદી
શિયાળામાં સૌથી વધુ લોકો સામાન્ય શરદીથી પીડાય છે. આ રોગ સામાન્ય અને ખૂબ જ ચેપી છે. આ રોગ હળવો હોવા છતાં ગંભીર પરિણામ તરફ દોરી શકે છે. સામાન્ય શરદી અલગ અલગ પ્રકારના વાયરસને કારણે થઈ શકે છે
- ઇન્ફ્લુએન્ઝા
ઇન્ફ્લુએન્ઝાને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે, તે ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે લાગતો વાયરલ ચેપ છે, પરંતુ સામાન્ય શરદી કરતા વધુ ગંભીર છે.
- બ્રોન્કાઇટિસ
ફેફસાંમાં હવા લઈ જતી નળીઓમાં સોજો આવે ત્યારે આ તકલીફ ઊભી થાય છે. આ તકલીફમાં સખત ઉધરસ અને કફ રહે છે.
- ન્યુમોનિયા
ચેપને કારણે તમારા ફેફસામાં હવાની કોથળીઓ પ્રવાહી અથવા પસથી ભરાઈ જાય ત્યારે ન્યુમોનિયા થાય છે. તેના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ બની શકે છે.
- સાઈનોસિટિસ
આ રોગના તમારા નાકની અંદરની જગ્યાઓ (સાઇનસ)માં સોજો આવે છે. આ ડ્રેનેજમાં દખલ કરે છે અને નાક અને માથાનો દુ:ખાવો થઈ શકે છે.