બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં એક સિદ્ધિ મેળવી છે. શાહરૂખ ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરે છે. જોકે, તેની કેટલીક ફિલ્મો ચાલી નથી. શાહરૂખ ખાન પાસે કેટલાક એવા પ્રોજેક્ટ છે જેને કારણે તે ફરીથી બોલિવૂડનો બાદશાહ બની સકે છે. મોટાભાગની હિરોઇનોની ઇચ્છા હોય છે કે તે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે કામ કરે પણ કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જેમણે શાહરૂખ ખાન સાથે કામ કરવાની તકને ગુમાવી દીધી હતી.
શાહરૂખ ખાન સાથે કામ કરવાનો હેમા માલિની, શ્રીદેવી, કરિશ્મા કપૂર, સોનમ કપૂર, કંગના રનૌત, સામંથા જેવી અભિનેત્રીઓએ ઇનકાર કરી દીધો હતો.
હેમા માલિનીએ ફિલ્મ દિલ આશના હૈમાં શાહરૂખ ખાનને પ્રથમ બ્રેક અપાવ્યો હતો. હેમાને એવુ લાગે છે કે શાહરૂખ ખાન ઓવરએક્ટિંગનો શિકાર છે, જેને કારણે તેને ક્યારેય સ્ક્રીન પર સાથે કામ કર્યુ નથી.
દિલ તો પાગલ હૈમાં કરિશ્મા કપૂર શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. શક્તિમાં પણ બન્નેએ સાથે કામ કર્યુ હતુ. કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈ સૌથી પહેલા કરિશ્મા કપૂરને ઓફર થઇ હતી પણ તેને ઇનકાર કરી દીધો હતો. આ ફિલ્મને રવીના ટંડન, તબ્બુ અને ઉર્મિલા માતોંડકરે પણ ઠુકરાવી દીધી હતી.
શ્રીદેવી સાથે શાહરૂખ ખાને 90ના દાયકાની ફિલ્મ આર્મીમાં કામ કર્યુ હતુ. લાંબા સમય બાદ ઝીરોમાં શ્રીદેવી ગેસ્ટ રોલમાં જોવા મળી હતી. સુપરહિટ ફિલ્મ ડરમાં જૂહી ચાવલા પહેલા શ્રીદેવીને રોલ ઓફર થયો હતો પણ તેને આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
એક્ટ્રેસ સોનમ કપૂરે શાહરૂખ ખાન સાથે કોઇ પણ ફિલ્મ કરી નથી. સોનમનું કહેવુ છે કે શાહરૂખ ખાન સાથે તેની જોડી સારી નહી લાગે.
તાજેતરમાં જ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનારી એક્ટ્રેસ કંગના રનૌતે પણ શાહરૂખ ખાન સાથે કામ કર્યુ નથી. કંગનાએ સલમાન અને આમિર ખાન સાથે પણ સ્ક્રીન શેર કરી નથી. ફિલ્મ ઝીરો સૌથી પહેલા કંગનાને ઓફર થઇ હતી પણ તેને આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યુ હતુ કે તે શાહરૂખની મોટી ફેન છે અને તે પોતાની લિમિટ જાણે છે.
સાઉથની એક્ટ્રેસ સામંથા રૂથને ડિરેક્ટર એટલી કુમારે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઓફર કરી હતી પણ અભિનેત્રીએ કેટલાક કારણોથી ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.