યુવાનો આજકાલ સ્માર્ટફોનમાં સૌથી વધારે ગેમિંગ કરતા હોય છે અને આજ ધ્યાનમાં રાખીને જ કંપનીઓ બજેટ સેગમેન્ટ્સમાં ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કરે છે. આ પ્રકારના ગેમિંગફોનની યુવાનોમાં ખૂબ માંગ પણ રહે છે. ત્યારે અહિંયા કેટલાક બેજટ ગેમિંગ સ્માર્ટફોનની સામાન્ય જાણકારી અમે તમને આપી રહ્યા છીએ. જેમાં સૌથી પહેલાં આવે છે.
- Redmi Note 11 Pro
Redmi Note 11 Proની કિંમત રૂ. 18,999 છે આ સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ અને 1,200 nits પીક બ્રાઇટનેસ સાથે 6.67-ઇંચ ફુલ-HD+ 1,080×2,400 પિક્સેલ્સ AMOLED ડોટ ડિસ્પ્લે ધરાવે છે. Redmi Note 11 Pro એ MediaTek Helio G96 SoC થી સજ્જ છે, જે શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ પ્રદાન કરવા માટે 8GB ની LPDDR4X રેમ સાથે જોડાયેલ છે.
- iQOO Z6 5G
iQOO Z6 5G સ્માર્ટફોનની કિંમત રૂ. 13,999 છે, તેમાં 6.58-ઇંચ ફુલ-એચડી + ડિસ્પ્લે છે, જે 1,080×2,408 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે, જે 8GB સુધી LPDDR4X રેમ દ્વારા સપોર્ટેડ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
- Vivo T1 5G
Vivo T1 5Gની કિંમત રૂ. 14,499 છે, Vivo T1 5G 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 2.5D વક્ર ધાર સાથે 6.58-ઇંચ IPS FHD+ ડિસ્પ્લે ધરાવે છે. આ ઉપકરણ 2.2GHz Qualcomm Snapdragon 695 પ્રોસેસર સાથે આવે છે. Vivo T1 5Gમાં 5-લેયર ટર્બો લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી હશે. આ ફોનની સૌથી મહત્વની બાબત તેનો Snapdragon 695 5G ચિપસેટ, 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
- Poco X3 Pro
Poco X3 Pro ની કિંમત 18,499 છે, Poco X3 Proમાં 6.67-ઇંચની ડિસ્પ્લે છે, જે પૂર્ણ HD + રિઝોલ્યુશન સાથે આવે છે. તેમાં 120Hz નો રિફ્રેશ રેટ અને 240Hz નું ટચ સેમ્પલિંગ છે. સુરક્ષા માટે ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સોફ્ટવેર તરીકે, તે MIUI 12 પર Poco લોન્ચર 2.0 Android 11 પર આધારિત સાથે કામ કરે છે.
- Realme 9 SE 5G
Realme 9 SE 5Gની કિંમત 19,999 છે, રિયાલિટીનો આ ફોન 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે, અને તેમાં પાવર ચિપસેટ છે. આ ફોનમાં Snapdragon 778G 5G પ્રોસેસર ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત બાકીના ફોન કરતા થોડી વધારે છે અને તેની કિંમત 19,999 રૂપિયા છે.