spot_img

વધુ પડતાં આમળા ખાવાથી તમારા શરીરમાં આવુ થાય તો ચેતજો

આમળામાં(Amla) વિપુલ પ્રમાણમાં વિટામીન સી(Vitamin) અને એન્ટી ઓક્સિડંટ હોય છે. ડોક્ટર્સ પણ કહે છે કે આમળા ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. ઘણાં લોકો હોય છે જે આમળાનો જ્યુસ પીતા હોય છે અને કેટલાક લોકો એવાં પણ છે જેઓ આમળાનો મુરબ્બો બનાવીને ઉપયોગ કરે છે. મુરબ્બાથી શરીરનું વજન ઘટે છે. તથા અલ્સર અને કેન્સર જેવી અન્ય રોગો પણ શરીરથી દુર રહે છે. જો કે આમળા આવી બિમારીઓ સામે ત્યાર સુધી રક્ષણ આપે છે. જ્યાર સુધી તેને આરોગવાનું પ્રમાણ વધુ ન હોય.

એસિડિટીની સમસ્યા વાળા લોકોએ આમળાનું સેવન ઓછું કરવું

ઘણાં લોકો એવા હોય છે. જેમને એસિડિટીની સમસ્યા પેદા થતી હોય છે. અવારનવાર ઉતપન્ન થતી એસિડિટીવી સમસ્યાવાળા વ્યક્તિએ અવશ્ય આમળાને ખાવાનું ટાળવું જોઈએ. તેમાં પણ આમળાનો મુરબ્બો ખૂબ જ નુકસાનકારક છે. આમળાના એસિડિક લક્ષણો ઉપરાંત મુરબ્બામાં હાજર મસાલા એસિડિટીનું પ્રમાણ વધારી દે છે.

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ હોય તેમણે આમળા સેવનન ઓછુ કરવુ

જે વ્યક્તિના શરીરમાં પાણીની ઉણપ હોય તેમને આમળા ખુબ જ સમજીને આરોગવા જોઈએ. એવું મનાય છે કે તેમાં રહેલા તત્વો શરીરમાં શુષ્કતા લાવે છે. તેમ છતાં પણ તમે જો આમળા ખાવા માંગો છો તમારે આમળા ખાવાની સાથે સાથે વધુને વધુ પાણી પીવું જોઈએ. જેનાથી આપના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે.

વધુ પડતાં સેવનથી થઈ શકે છે કબજિયાત

આમળામાં આમતો મોટા પ્રમાણમાં ફાયબરનું પ્રમાણે છે. ડોક્ટર્સ પણ જે લોકોના પેટમાં ફાયબરનું પ્રમાણ ઓછું હોય તેમને શિયાળીની ઋતુમાં આમળા ખાવાની સલાહ આપે છે. પરંતુ અમે આપને જણાવી દેવા માંગીએ છીએ કે, વધારે પ્રમાણમાં આમળા ખાવાથી આપના શરીરમાં કબજિયાત પણ થઈ શકે છે. સાથે સાથે પેટ ફૂલવાની અને પગમાં ગટ્ઠાની સમસ્યા સર્જાઈ શકે છે.

લો બ્લડ શુગરવાળા વ્યક્તિએ આમળા ન ખાવા

એક રિસર્ચમાં કહેવાયું છે કે આમળા ડાયાબિટિસનો ઈલાજ છે, કારણ કે તેમાં એન્ટી ડાયાબિટિસ ઈફેક્ટ હોય છે. જે બ્લડમાં ગ્લૂકોઝ લેવલને ઓછુ કરે છે. જે વ્યક્તિને લો બ્લડ શુગરની સમસ્યા છે. સાથે તેમને દવા પણ ચાલી રહી છે તો તેમણે દવા સાથે આમળા ન ખાવા. બંન્ને એક સાથે ખાવાથી શુગરનં પ્રમાણે ઘટી જવાની સંભાવના રહેલી છે. તો હાઈપોગ્લાઈસીમિયા થઈ શકે છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles