કોરોના વાયરસ લૉકડાઉનને કારણે છેલ્લા કેટલાક મહિના સુધી આપણને ભારતીય બજારમાં કોઇ નવા સ્માર્ટફોનની એન્ટ્રી જોઇ શકયા નથી પરંતુ હવે લૉકડાઉનમાં મળેલી છૂટ બાદ Xiaomi, Realme સહિત કેટલીક સ્માર્ટફોન કંપનીઓએ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.
જો તમે 10,000 રૂપિયાથી ઓછામાં સારા સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. નવા Realme Narzo 10A અને Redmi 8ની સાથે સાથે આ સેગમેન્ટમાં કેટલાક અન્ય સ્માર્ટફોન સામેલ છે, જે ઓછી કિંમતમાં સારા ફીચર્સથી લેસ આવે છે.
જોકે, જીએસટીની નવી વધેલી કિંમતે સ્માર્ટફોનની કિંમતને પણ વધારી છે, જેને કારણે દૂર્ભાગ્યથી કેટલાક સ્માર્ટફોન 10,000 રૂપિયા કિંમતને પાર કરી ગયા છે. જોકે, અમારી પાસે કેટલાક અન્ય મોડલ પણ છે જેની કિંમતમાં તાજેતરમાં કાપ મુકવામાં આવ્યો છે.
Realme Narzo 10A, Redmi 8, Samsung Galaxy M30: 10,000 રૂપિયામાં મળનારા બેસ્ટ સ્માર્ટફોન