ઉત્તર પ્રદેશના બાંદામાં ચોરીની એક દિલચસ્પ ઘટના સામે આવી છે. ચોરોએ પહેલાં વેલ્ડિંગની એક દુકાનમાંથી હજારો રૂપિયાના સમાનની ચોરી કરી. પરંતું પીડિતની સમસ્યાઓ જાણીને ચોરોનું દિલ પિગળી ગયુ. અને તેઓ ઈમોશનલ (Emotional) પણ થઈ ગયા. ચોરોએ (Thief) પીડિતનો એક એક સમાન પરત આપી દીધો, અને પત્ર લખીને માફી પણ માંગી લીધી સ્પષ્ટતા પણ કરી કે આવું થવાનું કારણ ખોટી માહિતી હોવાનું જણાવ્યુ.
એક જાણકારી પ્રમાણે યુપીના બિસંડા પોલીસ સ્ટેશનમાં ચંદ્રયાલ ગામમાં રહેનારા દિનેશ તિવારી આર્થિક રીતે ઘણાં નબળા છે. તેમણે થોડા દિવસો પહેલાં જ વ્યાજ પર 40 હજાર રૂપિયા ખર્ચ કરીને વેલ્ડિંગનુ કામ શરૂ કર્યુ હતુ. રોજ પ્રમાણે 20 ડિસેમ્બરની સવારે દુકાને ખોલવા પહોંચ્યા. તો દુકાનનું તાળુ તુટેલી સ્થિતિમાં મળ્યુ. વેલ્ડિંગનાં બધા ઓજારો પણ ચોરાઈ ગયા હતા. બાદમાં તેમણે આખી ઘટનાની જાણકારી પાસેના પોલીસ સ્ટેશનમાં આપી. જો કે જે તે સમયે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ન હોવાથી પોલીસ ફરિયાદ થઈ શકી. બે દિવસ બાદ જ તેમનો બધો સમાન પોતાના ગામથી દુર એક ખાલી જગ્યા પરથી મળી આવ્યો..
જે સ્થળ પરથી સામાન મળ્યો. તે સામાન સાથે ચોરોએ એક પત્ર પણ ચોંટાડી રાખ્યો હતો. તેમાં લખ્યુ હતું કે આ તમામ સામાન દિનેશ તિવારીનો સામાન છે. અમને એક બહારના વ્યક્તિ પાસેથી આપની જાણકારી મળી છે. અમે જે દિનેશ તિવારીને જાણીએ છીએ. તે દિનેશ તિવારી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પરંતુ અમને જ્યારે જાણકારી મળી ત્યારે અમને ખુબ દુ:ખ થયુ. એટલે અમે તમારો બધો સમાન પરત આપી રહ્યા છીએ. ખોટા લોકેશનના કારણે અમારાથી ભુલ થઈ ગઈ.
સામાન પરત મળવાથી દિનેશ તિવારી ખુબ ખુશ છે. તેઓ જણાવે છે કે મારી વેલ્ડિંગની દુકાનમાં 20 ડિસેમ્બરના રોજ ચોરી થઈ હતી. ચોરી બાદ હું પોલીસ સ્ટેશન પહોંચ્યો તો મને કહેવામાં આવ્યુ કે પોલીસ અધિકારી નથી. એટલે પછી આવો. અધિકારી આવશે તપાસ કરશે પછી ફરિયાદ નોંધાશે પણ એવું કંઈ ન થયુ. બાદમાં બે દિવસ બાદ જ ગામના જ એક વ્યક્તિએ મને કહ્યુ કે મારો સમાન પાસેની એક જગ્યા પર પડ્યો છે. જેમાં મારૂ નામ સ્પષ્ટ લખેલુ. હું ત્યાં પહોંચ્યો મારા નામ સાથે લખેલો પત્ર અને મારો સામાન ત્યાં હતો. પત્રમાં લખ્યુ હતુ કે અમારાથી ભુલ થઈ ગઈ છે.