કોરોના મહામારી (Coronavirus) ને કારણે 2 વર્ષ પહેલા શરૂ થયેલ વર્ક ફ્રોમ હોમ, ઓમિક્રોનને કારણે હજુ પણ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યો છે. વર્ક ફ્રોમ હોમ ડેટા પ્લાન (work from home data plans) , જેમ કે નામ સૂચવે છે, આ પ્લાન એવા લોકો માટે છે જેઓ ઓફિસનું કામ ઘરેથી કરી રહ્યા છે. BSNL એ આ પ્લાન 2 વર્ષ પહેલા લોન્ચ કર્યો હતો. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા કંપનીએ તેના કસ્ટમર્સ માટે આ પ્લાન ફરીથી રજૂ કર્યો છે. તો ચાલો તમને આ શાનદાર પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
કંપનીનું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) અનલિમિટેડ કોલ્સ સાથે નેશનલ રોમિંગ ઓફર કરે છે
BSNL નું વર્ક ફ્રોમ હોમ STV 599 પ્લાન: કંપનીનું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) અનલિમિટેડ કોલ્સ સાથે નેશનલ રોમિંગ ઓફર કરે છે, જેમાં દિલ્હી અને મુંબઈના MTNL રોમિંગ એરિયાનોનો પણ સમાવેશ થાય છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા મળે છે, જેમાં દરરોજ 5GB ડેટા હોય છે, એકવાર તમે દિવસનો 5GB ડેટા યુઝ કરી લો છો, તો તમારી સ્પીડ 80 Kbps થઈ જશે. ઉપરાંત આ પ્લાન MTNL નેટવર્ક સહિત કોઈપણ નેટવર્ક પર દરરોજ 100 SMS મફત પ્રદાન કરે છે.
આ પ્લાનની વેલિડિટી કેટલી છે? કેવી રીતે એક્ટિવ કરી શકો છો?
આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તમે આ સ્પેશિયલ ટેરિફ વાઉચરને CTOPUP, BSNL વેબસાઇટ અથવા સેલ્ફ કેર એક્ટિવેશન દ્વારા એક્ટિવેટ કરી શકો છો.
BSNLનો 251 રૂપિયાનો વર્ક ફ્રોમ હોમ પ્લાન
BSNL બીજો એક વર્ક ફ્રોમ હોમ પ્લાન ઓફર કરે છે, જેની કિંમત 251 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 70GB ડેટા મળે છે. આ પ્લાન માત્ર ડેટા સ્પેસિફિક છે અને જો તમે કોલિંગ અને SMSનો લાભ લેવા માગો છો, તો તમારે અલગથી કોલિંગનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.
BSNLનો 151 રૂપિયાનો વર્ક ફ્રોમ હોમ પ્લાન
BSNL તેના ગ્રાહકોને અન્ય વર્ક ફ્રોમ હોમ પ્લાન ઓફર કરે છે, જેની કિંમત 151 રૂપિયા છે. તેમાં તમને 40GB ડેટા મળે છે, અને આ પ્લાનની વેલિડિટી પણ 30 દિવસની છે