વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન જન્મદર વધારવા પર ભાર મુકી રહ્યો છે. ચીનના ઉત્તર-પૂર્વીય પ્રાંત જિલિનમાં યુવકોને લગ્ન કરવા અને બાળક પેદા કરવા માટે રાહતદરે 23.50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે.
સરકારે આવી લોન માટે બેન્કોને મદદની જાહેરાત કરી છે, આ લોન માટે વ્યાજમાં વિશેષ છૂટછાટ આપવામાં આવશે.
આ છૂટ બાળકોની સંખ્યાના આધારે અલગ અલગ છે. સરકારની નીતિમાં અન્ય પ્રાંતોના યુગલોને રેસિડેન્સ પરમિટની મંજૂરી આપવી પણ સામલે છે. જો તેમના બાળક હોય તો જિલિનમાં જાહેર સેવાઓના લાભ આપવામાં આવી રહ્યો છે. જેમના 2-3 બાળક હોય તેવા દંપત્તીઓને નાનો બિઝનેસ શરૂ કરવા માટે ટેક્સમાં છૂટ મળશે. મેટરનીટિ અને પેટરનિટી લીવ પણ વધારવામાં આવી છે.
ચીનમાં જન્મદરમાં ઘટાડો થયો છે જેને કારણે બાળકો પેદા કરવા માટે રાહત આપવામાં આવી રહી છે. જિલિન ચીનના જંગ બેલ્ટ ક્ષેત્રનો ભાગ છે, જે હેવી ઇન્ડસ્ટ્રી અને ખેતી માટે જાણીતો છે. આ વિસ્તારમાં એક દાયકામાં વસ્તી અને આર્થિક વૃદ્ધિ ઝડપથી ઘટી છે